ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો

    દરેક વિટામીન અને તેના કાર્ય વીશે વધુમાં જાણો | વિટામીનનું આપણા શરીરમાં કાર્ય શું છે | વિટામીનની ઉણપ હોય તો ક્યાં ક્યાં રોગો થાય છે | આ બધા વિટામીનની ખામી દુર કરવા શું કરવું જોઈએ વિટામીન A આંખો ની વૃષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિને સુધારે છે ,  સામાન્ય રીતે શરીર વધાવાવા માટે અને પુષ્ટ થવા માટે…

  • કેન્સર, ડાયાબિટીસ, અનિદ્રા અને બીપીનો ફક્ત એક ઈલાજ કયો ?

    ડાયાબિટીસ , કેન્સર , અનિદ્રા અને બીપીનો એક ઈલાજ કયો ? શું તમને ડાયાબિટિસ અને અનિદ્રાની સમસ્યા છે ? તમારે આ ઉપાય ( આરોગ્ય નિષ્ણાતની સલાહ લઈને અજમાવવો જ જોઈએ . આ ઉપાય છે ડુંગળીની ! ડુંગળીની ચા ડુંગળીનાં છોતરાંથી બને છે , તેમાં વેરનેટિન નામનું પિગમેન્ટ હોય છે જેના અનેક ફાયદા છે . તે…

  • ઉપયોગમાં આવે તેવી રસોઈ ટિપ્સ

    રસોઈટિપ્સ [ 1 ] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે . [ 2 ] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ , ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે . 3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles