ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી રસોઈ ટિપ્સ

    રસોઈટિપ્સ [ 1 ] લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે . [ 2 ] રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ , ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે . 3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી…

  • આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવો આમચૂર પાઉડર બનાવવાની રેસીપી

    ઉનાળા માં મળતી કેરી માંથી આપણે અવનવી વાનગીઓ બનાવતા હોઇએ છે. જેમાં કાચી કેરી નો ઉપયોગ પણ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. કાચી કેરી માંથી વિવિધ પ્રકાર ના અથાણાં , ચટણી , શરબત વગેરે બનવવા માં આવે છે. ઉનાળામાં તાપ વધુ હોય એટલે સુકવણી પણ અત્યારે જ કરીએ છીએ. આજે આપણે આખું વર્ષ ઉપયોગમાં લેતા…

  • પીઠના પડખાના દુખાવામાં રાહત માટેના ઉપાયો

    કોઈ પણ માણસ વૃદ્ધ હોય કે યુવાન, સ્ત્રી હોય કે પુરુષ દરેકને માટે પીઠ દર્દ ખરેખર પીડાદાયક હોય છે. અસ્થિવાથી લઇને સ્નાયુના તણાવ જેવા ઘણાબધા પરિબળો પીઠના દુખાવા માટે જવાબદાર હોઈ શકે છે. પીઠના દુખાવા પાછળનું મુખ્ય કારણ વાંકા વળવાની ખોટી રીત હોઈ શકે છે, વજનદાર વસ્તુ ઉંચકવી, ઘૂંટણ વાળીને બધું વજન પીઠને બદલે પગ પર આવવું આવી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles