મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કાકડાના સોજા માટે 11 અસરકારક દાદીમાંના નુસખા
કાકડા : ( ૧ ) કેળાંની છાલ ગળા ઉપર બહાર બાંધવાથી કાકડા ફૂલ્યા હોય તો તે મટે છે . ( ૨ ) હળદરને મધમાં મેળવી લગાડવાથી ગમે તેવા વધેલા કાકડા બેસી જાય છે . ( ૩ ) સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળી દિવસમાં બે – ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા મટે છે . (…
ફક્ત 1 મીનીટનો સમય કાઢો આ આસન માટે પેટની ચરબી ફટાફટ ઉતરી જશે
ભૂજંગાસન ફકત ૧ મીનીટમાં અદભૂત શકિત પેટની ચરબી ઉતારવાની સરળ પ્રેકટીશ છે .ગમે તે ખોરાક ખાવ , પણ ૧ મીનીટ આ આસન માટે ફાળવશો .( સવારના કરશો . ) ફકત ૧ મીનીટમાં મને અદભૂત શક્તિ જોવા મળી શ્વાસમાં રીધમ , કમરમાં લચીલાપણુ , પેટમાં તથા ગેસ – વાયુમાં રાહત મળી .આંતરડાની શક્તિમાં વધારો જોવા મલ્યો…
ઉપયોગમાં આવે તેવી 24+ ટીપ્સ અને ટ્રિક્સ
1). ચણાનો લોટ જો લાંબા સમય સુધી રહી ગયો હોય તો તેને ફેંકી ન દેતા , તેને ડિટર્જન્ટની જેમ વાસણ સાફ કરવા વાપરી શકાય . 2). કીડી થતી હોય તે જગ્યા પર નિમકવાળું પાણી છાંટવાથી કીડીથી છુટકારો મળશે . 3). લીંબુ અને સંતરાનાં બીને સૂકવીને ડિટર્જન્ટમાં મિક્સ કરવાથી કપડાં ઊજળાં બનશે . 4) પ્લાસ્ટિક બોટલનો…
