ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉપયોગમાં આવે તેવી 24+ ટીપ્સ અને ટ્રિક્સ

    1). ચણાનો લોટ જો લાંબા સમય સુધી રહી ગયો હોય તો તેને ફેંકી ન દેતા , તેને ડિટર્જન્ટની જેમ વાસણ સાફ કરવા વાપરી શકાય . 2). કીડી થતી હોય તે જગ્યા પર નિમકવાળું પાણી છાંટવાથી કીડીથી છુટકારો મળશે . 3). લીંબુ અને સંતરાનાં બીને સૂકવીને ડિટર્જન્ટમાં મિક્સ કરવાથી કપડાં ઊજળાં બનશે . 4) પ્લાસ્ટિક બોટલનો…

  • શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં જામેલો કફ છૂટો પાડવા અકસીર ઈલાજ

    શ્વાસની સારવારમાં વપરાતી દૂધેલી, આ ઔષધના છોડ ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળે છે. અને બારેમાસ આ વનસ્પતિ મળી શકે છે. આ નાગલા દૂધેલી દમ-શ્વાસમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક દર્દીઓને તો ચમત્કાર જેવો ફાયદો કરે છે. તેનાં પાંચથી સાત પાનનો રસ કાઢી, એટલા જ મધ સાથે મેળવી સવાર-સાંજ લેવાથી શ્વાસનળીઓ ખૂલે છે અને કફ છૂટો પડે છે…

  • અભયંગમ આયુર્વેદિક તેલ મસાજથી થાય છે ગજબના ફાયદા

    અભયંગમ આયુર્વેદિક તેલ મસાજ ખુબ જાણીતું છે. સંસ્કૃતમાં ‘અભ્યાંગમ’ શબ્દનો અર્થ છે ‘તેલનો ઉપયોગ’. આપણી ત્વચા એ સ્પર્શનો સેન્દ્રિય અંગ છે અને યોગ્ય તેલનો ઉપયોગ કરીને દરરોજ તૈલીય મસાજ કરવાથી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સરસ અસર થઈ શકે છે. પ્રાચીન આયુર્વેદિક ઔસધીઓ દરરોજ અભયંગમ કરવાની ભલામણ કરે છે. જ્યારે નિયમિત રીતે પ્રેક્ટિસ કરવામાં આવે છે,…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles