મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
ઘર અને રસોઇ માટેની અગત્યની ટીપ્સ
ઘર અને રસોઇ માટેની ટીપ્સ -જે . 1) તમને વધુ પસીનાની સમસયા . સતાવતી હોય , તો -ચા – કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાં ઉકાળી ઠંડા કરી . તેને પીવાનું શરૂ કરો . 2) ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઇનિંગ ટેબલ સાફ કરો .3) • લાઈડિંગ ડોર ,…
લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવાની રેસીપી નોંધી લો
લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા જરૂરી સામગ્રી : ( ૫૦૦ ગ્રામ લીંબુ , ૫૦૦ ગ્રામ ખાંડ , ૧-૨ ચમચી સંચળ , એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાઉડર , ૬ થી ૮ કાળા મરીનો પાઉડર , અડધી ચમચી લાલ મરચું , ૪ થી ૫ ચમચી મીઠું . લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા રીતઃ બધાં…
ઉનાળામાં ટેટીના ખાવાના ભરપુર ફાયદા
સિઝનેબલ ટેટીના ફાયદા ટેટીને સિઝનેબલ ફળ તરીકે ઓળખવામાં આવે છે . તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ છે . ગરમીમાં ટેટીનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે , કારણ કે તેમાં પૌષ્ટિક તત્ત્વોની સાથે સાથે પાણીનો સ્ત્રોત પણ સારા પ્રમાણમાં હોય છે આથી ઉનાળામાં તેતી ખાવાથી પાણીની કમી નથી થતી . ગરમીમાં તે શરીરને ડિહાઈડ્રેટ…
