મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
કોલેસ્ટ્રોલ ઘટાડવા અને ફેફસા ને મજબુત રાખવા 5 વસ્તુઓનું સેવન ન કરો
ફેફસા ને મજબુત રાખવા હોય તો આ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ , જાણો વધુમાં વિગતવાર વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી તમારું યકૃત અને ફેફસાં બગડે છે . આલ્કોહોલમાં સલ્ફાઇટ હોય છે તો તે અસ્થમા નું કારણ પણ બની શકે છે અને ફેફસા ને નુકસાન કરે છે . જો તમે ફેફસાના રોગથી પીડાતા હો…
સરગવાની રામબાણ દવાઓ વિશે જાણો
સરગવાની રામબાણ દવાઓ સરગવાની શીંગનું શાક દીપન – પાચન કરનાર તથા વાત વ્યાધિમાં પથ્ય ગણાય છે .વધેલી બરોળ , સોજા તથા કાળજાનાં રોગોમાં લાભકારક છે .• સરગવાનાં બીજ ચક્ષુષ્ય તથા વિષનાશક છે .તે ત્રિકોણાકારમાં સફેદ રંગમાં જોવા મળે છે તેમજ તે શ્વેત મરીનાં નામથી ઓળખાય છે .તે તિષ્ણ અને ગરમ હોવાથી વિર્યને વધારનાર નથી પણ…
સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક
અરડૂસી ઉકાળો : અરડૂસીનાં પાન સવારે ચૂંટી લાવી , પાણીમાં બે વાર ધોઇ છૂંદી નાખવા અથવા નાના સમારી લેવાં , તપેલીમાં ૨ પ ૦ ગ્રામ બુંદી નાખેલો લીલા પાન લો . તેમાં ૧ લીટર પાણી ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું . તપેલી પર ઢાંકણું અર્ધ ખૂલ્લું રહે તેમ મૂકવું . પાણી બળીને ૧/૨ થઇ જાય…
