ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બાળકોને બરાબર બોલતાાં ન આવડતું હોય, મોડુ અને તોતડુ બોલતાાં હોય તો આની ફક્ત એક ચમચી

    અક્કલકરો : અક્કલકરાના એકથી દોઢ ફુટના છોડ બંગાળ , ઈજીપ્ત અને અરબસ્તાનમાં થાય છે . આપણો ત્યાં આ છોડ કોઈ કોઈ સ્થળે થાય છે . તેના મુળ અને ડાંખળી આપણા દેશમાં આયાત થાય છે . એના છોડને પીળાં – સોનેરી ફુલો આવે છે . તેની ડાંખળી ચાવવાથી જીભે રવરવ થાય છે અને મોઢામાંથી લાળ પડે…

  • હાડકાં મજબૂત અને શરીર રોગમુક્ત કરવા રોજના ભાણામા ઉમેરો આ અેક વસ્તુ

    ભાણાંમાં ઉમેરો દેશી ગોળ , હાડકાં થશે મજબૂત અને શરીર રહેશે રોગમુક્ત ગોળ ખાવાથી લોહીની કમી એટલે એનિમિયા નામની બીમારીથી બચી શકીએ છે . કારણ કે તેમાં વધારે માત્રામાં એન્ટી ઓકિસડેન્ટ્સ હોય છે જે શરીરને સ્વસ્થ રાખે છે . કોરોના કાળમાં જો શરીરને મજબૂત અને રોગમુક્ત રાખવું હોય તો કેટલાંક ઘરગત્યુ ઉપચાર જરૂરી છે .…

  • દાદીમાના વૈદુ : રાત્રે સેકેલ લસણના ખાવાના ફાયદા જાણી હેરાન થઈ જશો

    દાદીમાના વૈદુ : શેકેલા લસણના ફાયદા જાણી હેરાન થઈ જશો તમે લસણ તેના સ્વાદ , એન્ટિ બાયોટિક તત્વો અને આરોગ્ય લાભ માટે જાણીતું છે , તેથી તમે તેનો ઉપયોગ ખોરાકમાં કે કાચું કરો . પરંતુ જો તમને શેકેલો લસણ ખાવાના ફાયદાઓ ખબર છે , તો તમે આશ્ચર્યચકિત થઈ જશો . જાણો ફાયદા . ૧ સવારે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles