મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
હળદર અને તુલસીનો આ પ્રયોગ પગમાં આવતા સોજાને કરશે છૂમંતર
હળદર અને તુલસી સહિતની આ વસ્તુથી પગમાં આવતા સોજા થશે ઓછા લાંબા સમય સુધી પગ લટકાવીને રાખવાથી કે શરીરમાં કોઇપણ પ્રકારની હેલન ચલન ન થવાના કારણથી શરીરના અંગોમાં સોજા આવવા લાગે છે . આમ ઘણી વખત તમને ઓફિસમાં થાય છે કારણકે આખો દિવસ તમે ઓફિસમાં પગ લટકાવીને બેસો છો . જેના કારણે સોજા આવવા લાગે…
ફ્રેકચરથી કેવી રીતે બચવું સિનિયર સિટિઝન્સને કૃપા કરીને આગળ મોકલો
ભગવાન આ દુનિયામાં કોઈને પણ બિમાર ના કરે, કોઈને પણ ફ્રેક્ચર ના કરે ફ્રેક્ચરથી કેવી રીતે બચવુ મોટા ભાગના ઘરડા લોકોને ઘરમાં લપસી કે પડી જવાથી થાપા ના બૉલ, મણકા અને કાંડા ના ફ્રેક્ચર થાય છે.જોર વધારે આવે તો હાથ કે પગમાં આવેલા મોટા હાડકા પણ ઘરમાં લપસી કે પડી જવાથી તૂટી જાય છે એક…
લોહીનુ ઊંચુ દબાણ હોય તેને આ ફળ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા
નારંગી : નારંગી હૃદયને બળ આપનાર , પચવામાં હલકી , અગ્નિ પ્રદીપક , બળપ્રદ , ભોજન પચાવનાર , બળતરા દૂર કરનાર , શ્રમહર , વાયુનાશક , રુચિપ્રદ , પૌષ્ટિક તેમજ ઉદર કૃમિ અને ઉદરશૂળ દૂર કરનાર છે . એમાં વિટામિન સી ‘ પ્રચુર માત્રામાં અને વિટામિન ‘ એ ‘ ‘ બી ’ અને ‘ ડી…
