મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શરીરમાં યુરીક અેસીડ શેનાથી વધે છે અને ઘટાડવા શું ખાવું જોઈએ વાંચવા અહીં ક્લિક કરો
યુરિક એસિડ મટાડવાનો ઉપાય !! એક ગ્લાસ ગરમ દૂધ એક ચમચી અશ્વગંધાનો પાવડર અને એક ચમચી મધ સાથે પીવો, પરંતુ ઉનાળામાં અશ્વગંધા ઓછી માત્રામાં લો. યુરિક એસિડ ઘટાડવા માટે વધુમાં વધુ વિટામિન સી સમૃદ્ધ પદાર્થોનો ઉપયોગ કરો. જ્યારે યુરિક એસિડ વધે છે ત્યારે ઉચ્ચ ફાઇબર સામગ્રીનો ઉપયોગ. યુરિક એસિડ ઘટાડવા માટે વધુમાં વધુ વિટામિન સી…
આ તેલનાં બે-ત્રણ ટીપાં કાનમાં પાક, પરું નીકળતું હોય તો મટે છે
નગોડ : નગોડ બે જાતની થાય છે, ધોળાં ફુલવાળી અને કાળાં ફુલવાળી. બંને જાતની નગોડ બુદ્ધી તથા સ્મૃતી વધારનાર, કડવી, તુરી, તીખી, હલકી તેમજ વાળ અને આંખ માટે હીતકર છે. તે શુળ, સોજા, અામવાત, કૃમી, કોઢ, અરુચી, કફ અને તાવને મટાડે છે. મુખ્યત્વે અેમાં વાતનાશક ગુણ હોવાથી સાંધાના વામાં ખુબ ઉપયોગી છે. (૧) નગોડનાં તાજાં…
તુટેલા હાડકા સાધવામાં મદદ કરે છે આ ઔસધ
હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શ્યિમની જરૂર હોય છે. જો તમારા હાડકા કમજોર હશે તો તેમા ફ્રેક્ચર થવાનો ડર પણ ખૂબ રહે છે. કોઇ દુર્ઘટનામાં થોડૂક પણ ફ્રેકચર થવા પર લોકો ડોકટરની મદદ લે છે પરંતુ આજે અમે તમને એક એવા છોડ અંગે જણાવવા જઇ રહ્યા છીએ, જે તૂટેલા હાડકાને જોડવામાં મદદ કરે છે. જી, હા…
