મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
તુટેલા હાડકા સાધવામાં મદદ કરે છે આ ઔસધ
હાડકાને મજબૂત બનાવવા માટે કેલ્શ્યિમની જરૂર હોય છે. જો તમારા હાડકા કમજોર હશે તો તેમા ફ્રેક્ચર થવાનો ડર પણ ખૂબ રહે છે. કોઇ દુર્ઘટનામાં થોડૂક પણ ફ્રેકચર થવા પર લોકો ડોકટરની મદદ લે છે પરંતુ આજે અમે તમને એક એવા છોડ અંગે જણાવવા જઇ રહ્યા છીએ, જે તૂટેલા હાડકાને જોડવામાં મદદ કરે છે. જી, હા…
આમળા કરતા પણ વધુ ગુણકારી છે આમળાના બીજનુ ચૂર્ણ
આયુર્વેદમાં આમળાને એક દિવ્ય ઔષધિ માનવામાં આવી છે. વિટામિન સીથી ભરપૂર આંમળાના ફળની સાથે સાથે તેનું બીજ પણ ઘણુ ફાયદાકારક હોય છે. તે લગભગ ૨૦ બીમારીઓથી બચાવવામાં મદદરૂપ છે. જે રીતે રોગો સામે લડવા માટે દરરોજ એક સફરજન ખાવાની સલાહ આપવામાં આવે છે. તે રીતે આયુર્વેદમા પણ દરરોજ એક આમળાના સેવનથી ૨૦થી વધુ રોગોથી બચવાની…
ઘરે બનાવો ઓટસ – મગદાળની ટીક્કી
બનાવો ઓટસ – મગદાળની ટીક્કી ઓટસ અને મગની દાળના મિશ્રણ સાથે જુદી જુદી જાતના ભારતીય મસાલા મેળવીને એક ફાઇબર અને પ્રોટીનયુકત નાસ્તાની વાનગી તૈયાર કરવામાં આવી છે , જે ખાવાના શોખીનો અને તબિયતની કાળજી લેનારા , એમ બન્નેને સંતુષ્ટ કરે એવી તૈયાર થાય છે . આ ઓટસ – મગદાળની ટીકકીનો આકાર સહેજ પાતળો બનાવીને તેને…
