ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરગથ્થુ રસોઈ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ – મીનાક્ષી તિવારી

    લસણ સરળતાથી ફોલવા માટે કળીઓ પર તેલ લગાડી થોડી વાર રહેવા દઇ ફોલવાથી જલદી ફોતરા ઉતરી જશે. ખમણ ઢોકળાં બનાવતી વખતે દોઢ કપ દાળના આથામાં બે સાદા ફ્રુટ સોલ્ટના પાઉચ નાખી બરાબર ફીણી ખમણ ઉતારવાથી ખમણ પોચાં થશે. સાબુદાણાની ખીચડી બનાવતી વખતે સાબુદાણાને થોડીવાર પાણીમાં પલાળવા. સાબુદાણા ફૂલે એટલે પાણી નીતારી એક સ્વચ્છ કપડા કે…

  • ગમે એવા પેટના કૃમિઓ, પથરી, ભગંદર, પેટનો ગેસ , સોજા જેવા અનેક રોગો માટે રામબાણ ઇલાજ

    વાવડીંગ : વાવડીંગ તીખાં , તીક્ષ્ણ , ગરમ , રૂક્ષ , અગ્નિને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે . આથી તે શૂળ , આફારો , પેટના વિભિન્ન રોગો , કફ , કૃમિ , વાયુ તથા કબજિયાત મટાડે છે . વાવડીંગ વાયુને નીચેની તરફ સરકાવે છે . એ મૂત્રનું પ્રમાણ વધારનાર , ઉત્તમ કૃમિનાશક , બળપ્રદ વાયુનાશક…

  • આની અડધી ચમચી રોજ ખાવાથી કોઈ દિવસ કેન્સર નથી થતું

    કેસર એનું એક નાનું તણખલું જીભ પર મૂકતાં આખી જીભ અડધી મિનિટમાં લાલ થઈ જાય અને ત્રણ કલાક સુધી સુગંધ આવે . એ જ રીતે એક જ નાનું તણખલું દુધમાં નાખો તો તરત જ દૂધ કેસરી કે લાલ થઈ જવું જોઈએ . આવું ન થાય તો એ બનાવટી કેસર હોવું જોઈએ . કાશ્મીરમાં કેસર –…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles