ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે જરૂર જાણો તેના વિશે વધુમાં

    વાયરલ તાવ શું છે? આ સવાલ મોટાભાગના પરિવારોને ગૂંચવતો સવાલ છે. શું તે ખરેખર મોટી બીમારી નોતરે છે? વગેરે સવાલો લોકોના મનમાં રહેલા છે વાતાવરણમાં અચાનક ફેરબદલ અથવા વાયરસના સંક્રમણના લીધે આવતા તાવને વાયરલ ફીવર અથવા વાયરલ તાવ કહેવામાં આવે છે. વાયરલ તાવ મોટાભાગે છોકરાઓમાં અને વૃદ્ઘોમાં કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી થઇ ગઇ હોય…

  • ફટાફટ પેટની ચરબી ઉતારવા પીવો રોજ એક જ્યુસ ચોક્કસ રીઝલ્ટ મળશે

    આ માંથી ફટાફટ ફેટ બર્ન કરવા રાતે પીવો ફક્ત એક ડ્રીંક કાકડીનો રસ આમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીઈફ્લામેટરી ગુણ હોય છે . જે પેટની ચરબી ઓછી કરવાનું કામ કરે છે .તરબૂચનો જ્યુસ આમાં કેલરી ઓછી અને પાણી વધારે હોય છે . સાથે જ એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે . જે બોડીનાટોક્સિન્સદૂર કરવામાં મદદ કરે છે . કોથમીરનો જ્યુસ…

  • ૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ એકવાર અચુક વાચજો અને શેર કરજો

    ૧૮ પાવરફૂલ હેલ્થ ટિપ્સ જે દરેકે અપનાવવી જોઇએ ૧. સોડા અને ઠંડા પીણાને કહો બાય બાય કોઈપણ પીણા પીવાથી આપણા શરીરમાં ઓછા સમયમાં ખૂબ વધારે કેલરી જાય છે , જેથી ચરબીમાં વધારો થાય છે . સોડા અને ઠંડા પીણાઓનું સેવન જેમ બને એમ ઓછું કરવું જોઇએ . બહુ વધારે પીણાં પીવાથી ડાયાબિટીઝ , હૃદયને લગતી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles