ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રક્તના ઉંચા દબાણવાળા માટે બનાવો અતિ ઉત્તમ અને ચટપટી રોટલી

    ઓટસ અને અળસીની રોટીની રેસીપી એક ચટપટી રોટી જે સામાન્ય રોટી જેવી જ છે અને જીભમાં સ્વાદ ભરાઇ રહે એવો એનો મધુર સ્વાદ તમને જરૂરથી પસંદ પડશે . ઓટસ અને અળસીની રોટી સંપૂર્ણપણે પૌષ્ટિક સામગ્રી વડે તૈયાર કરવામાં આવી છે જે રક્તના ઉંચા દબાણવાળા માટે અતિ ઉત્તમ છે , કારણકે ઓટસમાં રહેલા બીટા લુકાગોન (…

  • સુશ્રુત સહિંતામાં લખેલ ઓપરેશનથી બચવાના ખાસ ઉપાયો

    ઓપરેશનથી બચો આયુર્વેદમાં આઠ અંગોનું નિરૂપણ છે . તેમાંનું એક અંગ છે શલ્યતંત્ર એટલે શસ્ત્રકર્મ જેને અંગ્રેજીમાં સર્જરી કહે છે . ભગવાન ધન્વન્તરિ અને સુશ્રુત બંને શ્રેષ્ઠ શસ્ત્રવિદ્યા વિશારદ હતા . સુશ્રુત સહિંતામાં લખેલ સર્જરીનું વર્ણન અત્યારે પણ પાયાના સિદ્ધાંતો તરીકે સ્વીકારાય છે . આયુર્વેદ ઓપરેશનનો વિરોધ નથી કરતું . જેને લઇને બીજા અંગો અને…

  • શિયાળામા આ પાક ખાવાથી પેટની દરેક સમસ્યા મિનિટોમાં થશે દૂર

    કોરોના ફાળ વચ્ચે ઘરે જ બનાવોઆદુપાક , પેટની સમસ્યા મિનિટોમાં થશે દૂર બાદુનો ઉપયોગ ખાસ કરીને આહારમાં મસાલા તરીકે કરવામાં આવે છે . આદુ સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે . રોજ જમ્યા પેહલા આદુનો રસકે આદુનું કચુંબર ખાવાથી વાયુનો નાશ થાય છે . તેથી આ કોરોના કાળ અને શિયાળામાં જો આદુની વાનગી દરરોજ ખાવામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles