મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
શ્રીફળ, નાળિયેર, કોપરું નો ઉપયોગો અને ફાયદા વીશે વાંચીને શેર કરો
દરિયાકાંઠે નાળિયેળીનું વન ખરેખર રમણીય હોય છે. નારિયેળમાં ત્રણ આંખો જેવાં ચિહ્નો દેખાય છે. ભગવાન શંકરનું એક નામ ત્ર્યંબક છે, એ નામ શ્રીફળને પણ અપાયું છે. છોતરાં કાઢી નાખેલા નાળિયેળનો આકાર પોર્ટુગીઝોને વાંદરાના માથા જેવો દેખાતો હોઇ દેવો, તેઓએ તેનું નામ કોકર્સન્યુસિફેરા પાડી દીધું. કોકનો અર્થ વાંદરો અને ન્યુસીફેશાનો અર્થ ફળ ધારણ કરવું એમ થાય…
કાકડી કોના માટે છે ઝેર અને કોના માટે છે વરદાન, જાણો કાકડી ખાવાના ફાયદા અને નુકસાન
કાકડી ખાવી કોના માટે છે ઝેર સમાન અને કોના માટે છે વરદાન, જાણો કાકડી ખાવાના ફાયદા અને નુકસાન કાકડીનું સેવન ગરમી ની ઋતુમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે. કાકડી આપને રોજ બરોજ અલગ અલગ રીતે ખાતા હોય છીએ.. કાકડીના સેવનથી ઘણી બીમારીઓ દુર થઇ જાય છે. ૧૦૦ ગ્રામ ખીરા માં મુખ્યરૂપ થી ઉર્જા ૧૫.૫૪…
ન્યુમોનિયાના લક્ષણો અને બચવાના ઉપાયો ખાસ વાંચો અને શેર કરો
ન્યુમોનિયાના લક્ષણો :૧. ખૂબ ઉધરસ આવે અને ઉધરસ સાથે ગળફો (ચીકાશ) પડે. ૨. ઠંડી સાથે તાવ આવે. ૩. ખૂબ પરસેવો થાય. ૪. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે. ૫. છાતીમાં દુખાવો થાય. બીજા વધારાના લક્ષણો સામાન્ય પણ હોય કે ગંભીર કારણ તેનો આધાર દર્દીની ઉમ્મર, તબિયત અને કયા કારણથી ન્યુમોનિયા થયો છે તેની ઉપર રહેલો છે. કારણ…
