ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ભાદરવા માં રોગો ની વણઝાર થી બચવા આટલું કરવું

    સામાન્ય રીતે ભૌગોલિક પરિસ્થિતિ આધારિત વાતાવરણમાં થતાં ફેરફારની અસર શરીર પર થાય. , તેના આધારિત દોષોની વિકૃતિ કે નડવાની તીવ્રતાનો આધાર રહે છે. વાત-પિત્ત, પિત્ત-કફ, વાત-પિત્ત-કફ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓને ભાદરવા દરમ્યાન તકલીફ થવાની સંભાવના વધુ રહે છે. ભાદરવાની શરૂઆત થાય એટલે તાવ, શરદી, ચક્કર આવવા જેવી તકલીફ થાય છે.  ભાદરવાનાં તાપથી થતા નુકશાન વિષે વધુમાં…

  • દરેક રોગનો નાશ કરનાર પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો

    આ પ્રયોગ બીજા લોકો ને પણ બતાવો કફ – દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે . – દૂધમાં હળદર , મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે . – રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ…

  • હાડકાંને મજબુત રાખવા ફક્ત આટલુ કરો

    આપણે ઘણી વખત કમરથી આગળના ભાગે ઝૂંકી ગયેલા વૃદ્ધ મહિલા-પુરૂષોને જોતા હોઈએ છીએ. આ સ્થિતિને આપણે ઓસ્ટિયોપોરોસિસ તરીકે ઓળખીએ છીએ. ઓસ્ટિયોપોરોસિસ એ હાડકાંમાં આવતી નબળાઈના કારણે ઉદ્ભવતી મુશ્કેલી છે. મોટાભાગે આ તકલીફ ઉંમરની સાથે વધતી હોય છે. જેમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘણું વધારે જોવા મળે છે. દાદરા ચઢવા-ઉતરવામાં થાકી જવાય, નાની વાતમાં ફેક્ચર થઈ જાય, કમરમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles