ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • શરદી, ખાંસી, તાવમા અક્સીર ઇલાજ તુલસીના પાનનો ઉકાળો બનાવવાની રીત

    આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે…

  • ચોમાસામાં ખાસ થતી સમસ્યા એટલે કબજિયાત ચાલો આજે એના ઉપચાર વિશે જાણીએ..

    ચોમાસામાં ખાસ થતી સમસ્યા એટલે કબજિયાતચાલો આજે એના ઉપચાર વિશે જાણીએ.. 1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે. (2) 30-40 ગ્રામ કાળી દાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાટી સવારે મસળી, ગાળી થોડા દિવસ પાવાથી કબજીયાત મટે છે. (3) સિંધવ અને મરી બારીક…

  • ૪o ની ઉંમર વટાવ્યા પછી લાંબુ નિરોગી આરોગ્ય માટેની ટીપ્સ

    ૪o ની ઉંમર વટાવ્યા પછી લાંબુ નિરોગી આરોગ્ય માટેની ટીપ્સ એ ) દર મહિને તપાસવા માટે બે બાબતો ૧. તમારૂં બ્લડ પ્રેશર ચેક કરાવો ૨. તમારી બ્લડ સુગર . બી ) ન્યૂનતમ ચાર વસ્તુઓ ઘટાડો ૧. મીઠું ૨. ખાંડ ૩. ડેરી પ્રોડકટ્સ ૪. સ્ટાર્ચ / ફાસ્ટ ફુડ સી ) ચાર વસ્તુઓ વધારવી . ૧. લીલોતરી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles