ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ડાયાબિટીસ હોય કે જૂના ઘા જડમૂડથી મટાડી દેશે આ ઔષધિ

    બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય…

  • ચામડીના રોગ માટે વરદાન સમાન છે આ ઔષધિ આજે તમારા ઘરે વાવો

    આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ.   કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ…

  • પેટના દુઃખાવા માટે દવા કરતા દેશી ઘરેલુ ઉપચારો

    પેટના દુઃખાવાના ઉપચારો : ૨-૩ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો , અજીર્ણ અને વાયુ મટે છે . ૧-૧ ચમચી આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે . ૧-૧ ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું . ૩ ચમચી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles