ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન ઔષધી વીશે વધુમાં વાંચો અને શેર કરો

    ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર…

  • દાદીમાંના નુસખા સવારમાં પાણી પીવાના ફાયદા અચૂક વાંચો

    નવી અને જૂની જીવલેણ બીમારીનો એક બહુ જ સરળ અને સાદો ઉપચાર ‘પાણી-પ્રયોગ’ નામનો એક લેખ ‘જાપાનીસ સિકનેસ એસોસિયેશન’ તરફથી પ્રગટ થયો હતો.આ ચમત્કારિક ‘પાણી-પ્રયોગ’ ના પરિણામોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું,જેનાથી નીચેના રોગો મટયાનું જણાયું છે: માથાનો દુખાવો,  બ્લડપ્રેશર,  સંધિવા,  લકવો,  બેહોશી, બ્લડ કોલેસ્ટ્રોલ,  કફ, ખાંસી,  દમ,  ટીબી,  લીવરને લગતા રોગો,  પેશાબની બીમાંરીઓં,  એસીડીટી, …

  • મહિલાઓ માટે વરદાન રૂપ છે કસૂરી મેથી તેના ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

    દરેકના ઘરમાં કસૂરી મેથીનો ઉપયોગ થતો હોય છે. મેથીની ભાજીને સૂકવીને કસૂરી મેથી તૈયાર કરવામાં આવે છે. તેમાં આયર્ન, મેંગ્નીઝ, કોપર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન બી6 જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. આ કોઈ જડીબૂટીથી કમ નથી. આયુર્વેદમાં પણ કસૂરી મેથીને ઔષધી સમાન માનવામાં આવે છે. મહિલાઓ માટે કસૂરી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કસૂરી મેથી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles