ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નાની-નાની સમસ્યાઓને છુમંતર કરી દેતા કેટલાક દાદીમાંના જુનવાણી નુસખા અેકવાર અચુક વાંચો અને શેર કરો

    આજકાલ કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે ઘણીવાર આ દવાઓનું સેવન કરવાથી તેના સાઇડઇફેક્ટ પણ થાય છે. જેથી જો તમે સ્વાસ્થ્યથી જોડાયેલી નાની-નાની સમસ્યાઓને કારણે વારંવાર હેરાન થતા રહો છો તો ગભરાવવાની જરૂર નથી, આજે અમે…

  • કબજીયાત, ગેસ, અપચો માટેના મુખ્ય કારણો, ઉપાયો અને પરેજી વાંચો અને શેર કરો

    ( ૧ ) ક્બજીયાત , ગેસ , અપચોઃ કારણોઃ કબજીયાત થવાનું કારણ ફાઈબરયુક્ત ખોરાક ન લેવો , બેઠાડું જીવન , પાણી ઓછું પીવું , ભોજન ચાવી ચાવીને ન ખાવું , વગર ભૂખે ભોજન લેવું , ચા વધારે પ્રમાણમાં લેવી . આ બધા કબજીયાત થવાના કારણો છે . અસંખ્ય લોકો કબજીયાતના રોગથી પીડિત છે . કબજીયાતમાં…

  • આ રીતે ચુનાનુ સેવન કરશો તો કમપ્યુટરની જેમ તેજ મગજ ચાલશે અને દૂર ભાગશે અનેક બીમારીઓ

    આયુર્વેદની દ્રષ્ટિએ ચૂનો કેટલો ગુણકારી છે તેની આજે વાત કરવી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, ચૂનો 19થી વધારે બીમારીને ઠીક કરી દે છે. આ ચૂનાને કેટલો અને કેવી રીતી કોણે કોણે લેવો તે વિશે પણ અમે આજે અહીં જણાવીશું. રાજીવ દીક્ષિત ભારતભરમાં આયુર્વેદને અપનાવવા માટે અપીલ કરતા હતા. ચૂના સાથે જોડાયેલી રાજીવ દીક્ષિતે જણાવેલી વાતો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles