ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • રાત્રે ઊંઘ ન આવતી હોય કે મોડી આવતી હોય તો અનિદ્રાનો ઉપાય વાંચો અને શેર કરો

    અનિદ્રા : ( ૧ ) કુમળાં વેંગણ અંગારામાં શેકી , મધમાં મેળવી સાંજે ચાટી જવાથી સારી ઊંધ આવે છે . પ્રયોગ થોડા દિવસ ચાલુ રાખવાથી અનિદ્રા મટે છે . ( ૨ ) ડુંગળીનું કચુંબર રાત્રે ખાવાથી સારી ઊંઘ આવે છે . ૩ ) પોઈ નામની વનસ્પતિના વેલા થાય છે . એનાં પાનનાં ભજિયાં બનાવવામાં આવે…

  • બટેટાની સિઝનમાં બનાવો સ્વાદિષ્ટ બટાટાના પાપડ

    સામગ્રી (12 નંગ પાપડ બનશે) : » 1/2 કિલો મોટા બટેટા, » 4-5 લીલાં મરચાં, » 1 કપ ઝીણી સમારેલી કોથમીર( ધોઈ ને કોરી કરેલી), » 1 ચમચો જીરુ, » મીઠું સ્વાદાનુસાર, » ચપટી હિંગ( તમે ઉપવાસ માટે બનાવતા હોવ તો ના ઉમેરો), » 1-2 ચમચી તેલ પાપડ ના લુઆ બનવા માટે. બનાવવાની રીત –…

  • વર્લ્ડ ફેમસ કોફી બનાવવાની એકદમ સરળ રીત

    ડાલગોના કોફી અત્યાર ના સમય માં ખૂબ ટ્રેન્ડ થઈ રહી છે આ। ડાલગોના કોફી.અને બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. ડાલગોના કોફી બનાવવા માટે જરૂરી સામગ્રી ૨ ચમચી કોફી ૧ કપ એકદમ ઠંડુ દૂધ ૨ ચમચી ખાંડ ૨ ચમચી ગરમ પાણી સૌ પ્રથમ કોફી, ખાંડ અને ગરમ પાણી ને એક વાસણ માં લઇ ખૂબ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles