મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
સરગવો આંખના રોગો,બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્કીન માટે 90 કરતાં વધુ પોષકદ્રવ્યો છે આમા વાંચો અને મિત્રો સાથે શેર કરો
ભલભલા વિદેશી સુપરફૂડ કરતાં પણ પાવરફુલ છે આ દેશી સુપરફૂડ !! ફાયદા છે અનેક…!! ‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફુડનું આજકાલ ચલણ છે પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છેજે આપણી આખી કાયાપલટ કરીશકેછેઆપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ…
શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો આંગળા ચાટતા રહી જશો
જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળા માં ગરમા ગરમ ખિચડી, કાઢી બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો. સામગ્રી 4 મોટા રીંગણ મરચું પાઉડર 1 ચમચી ધાણા જીરૂ1 ચમચી હળદર જરૂર મુજબ ડુંગળી1 સમારેલી…
જામફળની સીઝનમાં જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી વાંચો
નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે..જામફળનું જ્યુસ બનાવવામાં જરૂરી સામગ્રી: ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના ૫-૬ ચમચી ખાંડ ૧ ચમચી સંચળ પાણી જરૂર મુજબ જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી સ્ટેપ 1: સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ…
