ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આંખમાં થતી વેલ શું છે? તે ક્યાં કારણથી થાય છે? વેલના લક્ષણો વાંચો અને મિત્રો સાથે શેર કરો

    વેલ શું છે?વેલ ને અંગ્રેજીમાં “Pterygium” કહેવામાં આવે છે તથા હિન્દીમાં “नखुना” કહેવામાં આવે છે. વેલ એ ત્રિકોણ આકારની આંખની સફેદ ચામડીનો આંખની કોર્નિયા ઉપર થતી વૃધ્ધિ છે…………વેલ” નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણકે જેમ વેલને કાપ્યા બાદ પણ એની વૃધ્ધિ થઈ શકે છે. એ જ કારણ થી એને હિન્દીમાં નખૂના એટલેકે  નખ કહેવાય છે કારણકે નખને કાપ્યા બાદ…

  • મુસાફરી દરમિયાન તમને ઉલટી કે માથામાં દુખાવો થતો હોય તો અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

    અનેક લોકોને મોટાભાગે યાત્રા દરમિયાન માથામાં દુખાવો, ઉલ્ટે કે પેટમાં દુ:ખાવાની ફરિયાદ રહે છે.  આ કારણે હંમેશા જ તેમની યાત્રા ખરાબ થઈ જાય છે અને તેઓ .. યાત્રાને એંજોય નથી કરી શકતા. જેને કારણે યાત્રા દરમિયાન જરૂર કરતા વધુ થાક અને સુસ્તી થઈ જાય છે. પણ જો કેટલાક સહેલા ઉપાયો કરવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો…

  • આ બીજને કચરો ગણીને ફેંકી દો નહીં, તે કેન્સરના દર્દીઓ માટે અમૃત કરતા ઓછું નથી.

    કેન્સર આજે વિશ્વમાં એક મોટી આરોગ્ય સમસ્યા બની ગઈ છે. કેન્સર વિશ્વમાં 12% મૃત્યુ માટે જવાબદાર છે કેન્સરની સારવાર માટે ઘણી પ્રકારની આધુનિક દવા ઉપલબ્ધ છે, જેની મુખ્ય કેમોથેરાપી, સર્જરી અને રેડિયોચિકિત્સા છે પરંતુ આ આધુનિક પદ્ધતિઓ કેન્સરને સંપૂર્ણપણે મટાડતી નથી. અને તેની આડઅસર પણ ઘણી વધારે છે તેથી જ આપણે છોડ માંથી મેળવેલ કુદરતી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles