ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સવારે ઉઠીને ખાવ આ પાંચ પ્રકારના ફળ આખો દિવસ રહેશે એનર્જી અને ક્યારેય બીમાર નહિ પાડો

    ફળોને ડાયજેસ્ટ કરવું એ આપણા શરીર માટે સૌથી સહેલી વસ્તુ છે અને આપણા શરીરને અપાર લાભ આપે છે. બધાં ફળો તમારા સ્વાસ્થ્ય માટે સારા છે પરંતુ આપણે તે ત્યારે જ ખાવું જોઈએ જ્યારે તે સંપૂર્ણ સુપાચ્ય હોય અને આપણા શરીરને શક્તિ આપશે. ફળો ખરેખર શ્રેષ્ઠ ખોરાક છે. આપણા શરીરને ડાયજેસ્ટ કરવા માટે આ સૌથી સહેલું…

  • નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો

    સામગ્રી  1/2 વાટકી ચણા દાળ 1/2 વાટકી આખા મસૂર  1/2 વાટકી મગફળી દાળા  1/2 વાટકી સફેદ ચણા  પૌઆ તળવા વાળા એક વાટકી ઝીણી સેવ લાલ-લીલી બૂંદી 1-1 વાટકી  કાજૂ – કિશમિશ  લીલા મરચાં 4-5 સમારેલા  ફુદીના  કોથમીર  નારિયલ ચિપ્સ 50 ગ્રામ  ચાટ મસાલા 50 ગ્રામ  મીઠું સ્વાદપ્રમાણે  વિધિ-  ચણા દાળ, સફેદ ચણા, મસૂર 5-6 કલાક…

  • આરોગ્યપ્રદ આ ફૂલ અનેલ રોગો માટે છે ફાયદાકારક જેમકે ખાંસી, તાવ, બ્લડપ્રેસર

    ઉત્તરાખંડના પર્વત પર ખીલનારુ આ  લાલ બુરાંશનુ ફુલ જોવામાં તો ખુબ સુંદર છે પણ સાથે જ તેના આરોગ્યપ્રદ રીતે અનેક ફાયદા પણ  છે. ગરમીમા લૂ લાગવી , ખાંસી થવી , તાવ જેવી અનેક બીમારીઓને દૂર ભગાડવા માટે આ દવા જેવુ જ કામ કરે છે……………… બુરાંશના ફુલથી તૈયાર થતા જ્યુસ અને અન્ય ઉત્પાદોનુ સેવન કરવાથી તમારા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles