ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ભૂંગળા બટાકા બનાવવાની રેસીપી

    ભૂંગળા બટાકા દરેકને ખુબ પસંદ હોય છે ધરે બનાવો ચટપટા ……રેસીપી વાંચવા વિનંતી સામગ્રી :300ગ્રામ બટાકા 15થી 20નંગ ભૂંગળા 2ચમચી મરચું પાવડર 1ચમચી હળદર પાવડર 2ચમચી ધાણાજીરું પાવડર મીઠું સ્વાદ અનુસાર 2ચમચી તેલ ચપટી હિંગ , કોથમીર બનાવવાની રીત :સૌ પ્રથમ એક કૂકર માં બટાકા લઇ 4થી 5સિટી વગાડી બટાકા બાફી દો. અને બટાકા સમારી…

  • ચાલવાથી આપણા શરીરમાં શું ફાયદા છે વાંચો અને મિત્રો સાથે શેર કરો

    ચાલવાની કસરત એટલે શરીર માટે શ્રેષ્ઠ કસરત બધી જ સગવડો માનવ જાતે શોધી તે પહેલાં પરમ કૃપાળું પરમેશ્વરે માનવ જાતને એક જગાએથી બીજી જગ્યાએ જવા માટે આપેલી અદ્ભુત અને અણમોલ ભેટ છે -‘બે પગ’………….. તમને ખબર છે ? આખા જગતના કોઈ પણ રોગ માટે મળતી દવાઓ કરતાં શ્રેષ્ઠ દવા એટલે ચાલવાની કસરત તમારે એક જગાએથી…

  • સવારે વાસી મોઢે પાણી પીવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચો અને મિત્રો સાથે શેર કરો

    સવારના સમયે સીધા ઉઠીને આપણે પાણી પીવાથી શરીરમાં શુ શુ લાભ થાય છે તે આપણે જાણીએ. . . . . . . . પાણી આપણા જીવન માટે ખૂબ જ જરુરી છે આપણે સૌ જાણીએ છીએ. પન તમે એ જાણો છો કે સવારે ઉઠી ને વાસી મોઢે પાણી પીવાથી શરીરમાં આપણે શુ થાય. આવો તે જાણીએ.…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles