ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • 30થી વધુ ઉંમરની મહિલાઓ થઇ જાવ સાવધાન આ બે પ્રકારના કેન્સરનું વધી રહ્યું છે પ્રમાણ

    ભારતમાં સ્તન કેન્સર મહિલાઓના મોતના કારણમાં હવે પ્રમુખ બની રહ્યું છે પરંતુ હવે તેના કારણે મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરના મામલા પણ વધી રહ્યાં છે. અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (એમ્સ)ના કેન્સર વિશેષજ્ઞ, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડો. એમ ડી રેનું કહેવું છે કે સ્તન કેન્સરથી પીડિત મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું પણ જોખમ રહેલું છે. કારણ કે એક જ પ્રકારના જીન્સ…

  • ચોમાસાની સિઝનમાં વેજીટેરીયન પુલાવ બનાવો અને બાળકોને ખુશ કરી દો

    વેજીટેરીયન પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી : 2 નંગ બટાકા 2 નંગ ડુંગળી 1નાની વાડકી કોબીજ 1નાની વાડકી કેપ્સિકમ 1નંગ લીલું મરચું 1નંગ ટામેટું લીમડો, 3ચમચી તેલ , ચપટી હિંગ , 2ચમચી જીરું , 1બાઉલ ચોખા , 1ચમચી હળદર , પાવડર , 2ચમચી મરચું પાવડર , 1ચમચી ધાણાજીરૂ પાવડર , 1ચમચી ગરમ મસાલો મીઠું સ્વાદ…

  • ડેન્ગ્યુના તાવથી બચવા અને શરીરમાં પ્લેટલેટ્સ વધારવા ગુણકારી છે આ પાન

     પપૈયાનાં ગુણકારી પાંદડાથી ડેન્ગ્યુના તાવ સામે રક્ષણ મળશે તેમજ બીજી અનેક બીમારી તમારાથી હમેશ માટે દુર રહેશે ચોમાસની ઋતુમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુના તાવનો હોય છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવોથવો  ઊલટી થવી , આંખોમાં દર્દ થવું  અને રેશિસનો સમાવેશ થાય છે. આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles