ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ગરમાગરમ ચાની ચૂસકી લેવાની ટેવ હોય તો છોડી દો, અન્નનળીનું કેન્સર થઈ શકે છે

    Health tips સૌથી વધુ ચા પીનારા લોકોની સંખ્યા ભારત માં સૌથી વધુ છે. કેટલાક લોકોને તો દર કલાકે-કલાકે ચા પીવા ની લત લાગેલી હોય છે. તો કેટલાક લોકો હજી ટેબલ પર ચા મૂકાય કે તરત જ ગરમાગરમ ચાની ચૂસકી લઈ લે છે. જો તમ ને પણ આવી ગરમાગરમ ચા પીવાની ટેવ હોય તો છોડી દો…

  • બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટ ને વાંચીને આગળ મોકલજો.

    તમે ગમે તેટલા વ્યસ્ત હો તો પણ આ પોસ્ટ ને વાંચીને આગળ મોકલજો.ડૉ ગુપ્તા કહે છે કે બેકાળજી સિવાય કેન્સરથી કોઈ મરે નહીં. ૧. સૌથી પહેલા ખોરાકમાં તમામ પ્રકારની સુગર(ખાંડ) લેવાનું બંધ કરો. ખાંડ વગર કેન્સરના કોષો મારી જાય છે.૨. બીજું કે એક આખું લીંબુ લઈને એક કપ ગરમ પાણી સાથે . જમ્યા પહેલાં ૧-૩…

  • બાળકોને દરરોજ નવી વેરાયટી શુ બનાવવી?? આજે બનાવો અેકદમ નવી વેરાયટી બ્રેડ પુલાવ

    બ્રેડ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી : ૧ વાટકી ભાત ૧ વાટકી બેડના ટુકડા ૧ બટેકુ ૩ ડુંગળી ૧ લીલું મરચું ૧ ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૧/૨ ચમચી ખાંડ 1/2 ચમચી ગરમ મસાલો ૧ ચમચી લીંબુનો રસ મીઠું ૧ ચમચો તેલ ૧ ચમચી રાઈ ૧ ચમચી જીરું ચપટી હિંગલીમડાના પાન બ્રેડ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles