ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • હવે ઘરે બનાવો ટેસ્ટી બ્રેડ પુલાવ

    બ્રેડ પુલાવ સામગ્રી ૧ વાટકી ભાત ૧ વાટકી બેડના ટુકડા ૧ બટેકુ ૩ ડુંગળી ૧ લીલું મરચું ૧ ચમચી ધાણાજીરું ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૧/૨ ચમચી ખાંડ 1/2 ચમચી ગરમ મસાલો ૧ ચમચી લીંબુનો રસ મીઠું ૧ ચમચો તેલ ૧ ચમચી રાઈ ૧ ચમચી જીરું ચપટી હિંગ લીમડાના પાન રીત A. સૌ…

  • Paneer Bhurji Gravy Recipe in Hindi and English

    Paneer Bhurji Gravy Recipe in Hindi …… पनीर – 1 1/2 कप (कद्दूकस किया हुआ) (Paneer 1 1/2 Cup) प्याज़ – 2 (Onion) टमाटर -1 (Toamto) अदरक लहुसन का पेस्ट – 2 T spoon (Ginger garlicpaste) तेज पत्ता – 1 (Bay leaf.शिमला मिर्च – 1 (छोटा) (Cap sicum) हरी मिर्च – 2 (Green chilli)दही –…

  • બ્રેકફાસ્ટમાં બનાવો રાજમા સેન્ડવિચ

    રેસિપીઃ રેસિપી ડેસ્કઃ તમે અત્યાર સુધી રાજમાનું શાક અથવા સલાડ કે મેક્સિકન ડિશમાં રાજમા મિક્સ કરીને ખાધાં હશે. રાજમાને પ્રોટીનનો સૌથી સારો. સ્રોત માનવામાં આવે છે. જોકે, રાજમા ઘણા બાળકોને ભાવતા નથી . તો હવે રાજમાને લઇને એવી સેન્ડવિચ બનાવો કે બાળકો પણ આંગળી. ચાટતાં થઈ જાય. આજે અમે લઇને આવ્યા છીએ બ્રેફાસ્ટ માટે સુપરહેલ્ધી…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles