ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • આજે બનાવો અેકદમ નવી વેરાયટી – ઓટ્સ ના મુઠીયા

    કોઈ સરસ ટેસ્ટી અને હેલ્થી રેસીપી નું કોમ્બિનેશન મળી જાય તો માજા જ આવી જાય ને ખાવાની. આજે અપને બનાવીશુ એક એકદમ હેલ્થી રેસીપી તે છે – ઓટ્સ ના મુઠીયા ૧.૫ કપ – ઓટ્સ પાવડર ૧ કપ – ઘઉં નો લોટ ૧ ચમચી – લસણ ની પેસ્ટ મીઠું સ્વાદ પ્રમાણે ૧/૨ કપ જીણી સમારેલી ડુંગળી…

  • નાસ્તામાં ટ્રાય કરો બ્રેડ ઉત્તપમ Recipe

    Recipe : એકના એક પ્રકારનો નાસ્તો ખાઇને કંટાળી ગયા હશો અને કંઇક નવી વાનગી બનાવા ઇચ્છો છો. તો ફક્ત 50 મિનિટ કરતાં પણ ઓછા .સમયમાં તૈયાર કરી શકો છો આ વાનગી. તો આજે જ ઘરે ટ્રાય કરો .બ્રેડ ઉત્તપમ… સામગ્રી બ્રેડની ચાર સ્લાઇસેસ .1/2 કપ સોજી બે ચમચી મેંદો 1/2 કપ દહીં એક ટમેટું (સમારેલુ)…

  • તુવેર ના ટોથા ના જમો તો ઉતર ગુજરાત ફરેલું નકામું.ધરે બનાવો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર

    આજની મારી વાનગી અતિ પ્રચલિત વાનગી છે. તુવેર ના ટોથા. ઉતર ગુજરાત માં જાવ અને તુવેર ના ટોથા ના જમો તો ઉતર ગુજરાત ફરેલું નકામું. આ વાનગી એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોઈ છે. રીત:• એક તપેલી માં સુકી તુવેર ને ૨ કપ હુંફાળા પાણી માં ૮-૧૦ કલાક ઢાકણ ઢાંકી પલળવા દો. ત્યારબાદ, તુવેર ઉપર જે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles