ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • બટર મસાલા મકાઈ રેસીપી

    બટર મસાલા મકાઈ ? મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. હવે તો બહાર મસાલા વળી મકાઈ મળે છે. અહીં બહાર લારી પણ મળતી મસાલા મકાઈ જેવી મકાઈ બનાવની રીત બતાવેલી છે. તો એક વાર જરૂર થી બનાવજો આ બટર મસાલા મકાઈ. Preparation Time: ૫ મિનિટ Cooking Time: ૪…

  • લીલા ચણા નું શાક બનાવવાની રેસીપી

    છોલે તો બધાને ભાવતા જ હશે. બહુ જ સરસ લાગે. શિયાળા માં લીલા ચણા બહુ આવે. લીલા ચણા બધા શેકી ને બહુ ખાય. લીલા ચણા નું શાક પણ બહુ જ સ્વાદિષ્ટ બને છે. અહીંયા મેં લીલા ચણા નું છોલે શાક બનાવ્યું છે એ પણ કુકર માં. એટલે ફટાફટ બની જાય છે. તમે પણ એક જરૂર…

  • ઘરે બનાવો કારેલા ની છાલનું સ્વાદીસ્ટ શાક બધા વખાણ કરતા નહિ થાકે

    કારેલા ની છાલ નું શાક.મિત્રો, કારેલા નું શાક મોટા ભાગના બાળકો ખાતા નથી, પરંતુ કરેલા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે આ રીતે કારેલાની છાલનું શાક કરીને બાળકોને ખવડાવશો તો રોજ કારેલાનું શક માંગશે જો આવી રીતે બનાવી ને આપશો તો જરૂરથી ખાશે, અને કારેલા karela આપણી health માટે ઘણા જ ઉપયોગી છે. તો આજે આપણે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles