ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાઓને કામમાં આવે તેવી કિચન ટિપ્સ અને ઘરગથ્થુ ટિપ્સ

    ગરમ મસાલો ન હોય અને ગરમ મસાલાની ઉણપ દૂર કરવા માટે જીરું અને મરી વાટીને નાખવાથી ભૂકો શાકમાં નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ શાકની સોડમ પણ ખૂબ વધશે. ઘણી વખત ફ્રીજમાં એકબીજી વસ્તુની દુર્ગંધ બેસી જતી હોય છે આટલું કરવાથી ફ્રીજમાં ખધયપદાર્થની ગંધ દૂર થશે એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર…

  • શિયાળામાં બનાવીને ખાવ આ ભાજી આંગળા ચાટતા રહી જશો શરીરને ફાયદા ભરપૂર કરશે

    શિયાળાની સિજન માં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી રહે છે આથી શિયાળામાં લીલા શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ જેથી તમારું શરીર તંદુરસ્ત રહેશે અને તમે બીમાર નહીં પાડો આજે આપણે લીલી પાનની ભાજી આટલે કે મૂળાની ભાજી, પાલકની ભાજી અને મેથીની ભાજીનું ટેસ્ટી શાકની રેસીપી શીખીશું આ બધી ભાજી જેને નહીં ભાવતી હોય એ પણ…

  • આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ #વટાણા #સરગવા #લસણ #ડુંગળી

    આખા વર્ષ દરમિયાન સુકવણી કરવાની રીત: થોડાક દિવસ પહેલા મુકેલ પોસ્ટ આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ તેમાં આવેલ કમેન્ટ ને ધ્યાન માં રાખીને ફરી આ સુકવણી કરવા માટેની પોસ્ટ મુકું છું આવો જ સાથ સહકાર તમારા બધાનો મળી રહે અને કમેન્ટ કરતા રહો તમારો કહું ખુબ આભાર વધુમાં આવે આવેલ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles