ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઘરે બનાવો અલગ અલગ વેરાયટીની સેન્ડવીચ

    મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી: -૬ સ્લાઈસ બ્રાઉન બ્રેડ, -૩ ચીઝ સ્લાઈસ -૧ નાનું ટમેટું જીણું સમારેલું -૧ નાની કાકડી જીણી સમારેલી -૧ નાનું ગાજર જીણું સમારેલું -૧ ડુંગળી જીણી સમારેલી -૧/૪ ચમચી મારી પાવડર -ચપટી મીઠું કારણ કે આપડે ચીઝ સ્લાઈસ વાપરીએ છે -૨-૩ ચમચી બટર મિક્ષ વેજીટેબલ એન્ડ ચીઝ સેન્ડવીચ…

  • નાના બાળકના પેટમાં ગેસ થાય તો દવા નહીં કરો આ દાદીમાના ઘરગથ્થુ ઉપાય

    નાના બાળકોને જો  ગેસની સમસ્યા વારંવાર થાય છે તો ગેસની તકલીફથી બાળકોમાં ચિડીયાપણું વધી જતું હોય  છે. નાના બાળકને ગેસના કારણે બેચેની રહેતી હોય  છે અને તેના કારણે તે પૂરતી ઊંઘ પણ કરી શકતા નથી. બાળકોની ગેસની સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઈલાજથી દૂર કરી શકાય છે. બાળકને ગેસ થય ત્યારે તેને ઓડકાર આવે તે જરૂરી હોય…

  • કેન્સરને મૂળમાંથી દુર કરે છે ઘરગથ્થું ઉપાય વાંચો અને શેર કરો

    કેન્સર એક સૌથી ખતરનાક અને ઘાતક રોગ છે જેના ઇલાજની કોઈ ગેરેંટી નથી! દાડમ સ્વાસ્થ્ય લાભો સામાન્ય રીતે, જ્યારે આપણે માથાનો દુખાવો અથવા પેટમાં દુખાવો જેવા નાના રોગોથી પીડાતા હોઈએ છીએ, ત્યારે આપડે ઘણી અસ્વસ્થતા અને પીડા અનુભવીએ છીએ અને લક્ષણો આપણા દૈનિક પ્રવૃત્તિઓના માર્ગે આવી શકે છે. તેથી, કેન્સર જેવી બીમારીથી અસર થવાની કલ્પના…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles