ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • નાના મોટા સૌને ભાવે એવું બટાટાની ચીપ્સનું શાક બનાવો

    બટાટાની ચીપ્સ્ બનાવવા માટે જરૂરી સામગ્રી ૩ કપ બટાટા , લાંબી ચીરી કરેલા તેલ , તળવા માટે બીજી જરૂરી વસ્તુઓ ૧ ૧/૨ ટેબલસ્પૂન તેલ ૩ ટેબલસ્પૂન સમારેલા કાજૂ ૧/૨ ટીસ્પૂન જીરૂ ૧ ટીસ્પૂન ખસખસ ૧ ટીસ્પૂન તલ ૧/૨ ટીસ્પૂન હળદર ૧ ટીસ્પૂન મરચાં પાવડર ૧ ટીસ્પૂન સાકર ૧/૨ ટેબલસ્પૂન લીંબુનો રસ મીઠું , સ્વાદાનુસાર શાક…

  • આ રિતે લસણ ખાશો તો 99% હ્રદય રોગો દૂર થશે.

    લસણ બે પ્રકાર છે: 1) ઘણી બધી કળીઓવાળું લસણ 2) માત્ર એક કળીવાળું લસણ. ગુણદ્રષ્ટિએ બંને સરખાં છે પણ એક કળીવાળું લસણ અૌષધમાં વધારે ઉપયોગી બને છેલસણનો કેવી રીતે ઉપયોગ કરવો:-લસણને સારી રીતે ફોલી, એની કળીઓનો ઉપયોગ કરવો.આયુર્વેદશાસ્ત્રમાં લસણના નીચે મુજબના પ્રયોગો સૂચવવામાં આવ્યા છે :- 1) લસણની 5, 7 કળી, તલ કે સરસવનું તેલ…

  • એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજાર જેવા ખાખરા બનાવવાની રીત

    એકદમ ક્રિશ્પિ ઘઉં અને મેથીના બજર જેવા ખાખરા બનાવવાની રીત ખાખરા બનાવવા સામગ્રી ૧/૨ કપ ઘઉંનો લોટ ૨ ટેબલસ્પૂન ઝીણા સમારેલા મેથીના પાન મીઠું  સ્વાદાનુસાર ૧ ટેબલસ્પૂન તલ ૧ ટીસ્પૂન તેલ ૨ ૧/૨ ટીસ્પૂન તેલ , શેકવા માટે ખાખરા બનાવવાની  રીત એક બાઉલમાં ઘઉંનો લોટ, મેથી, તલ, તેલ અને મીઠું મેળવી જરૂરી પાણીની મદદથી નરમ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles