મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
હવે મલાઈમાંથી બનાવો ઘી , એ પણ એકવાર નહી બે બે વાર બનાવો ઘી…
આપણે દરેક લોકો મલાઈમાંથી ઘી તો બનાવતા જ હોઈએ છીએ, અને આપણે બધા જ લોકો એકવાર જ મલાઈમાંથી ઘી કાઢીને ફેંકી દઈએ છીએ. પરંતુ હવે એક જ મલાઈમાંથી ઘી બનાવો બે વાર…ઓછી મલાઈમાં વધુ ઘી બનાવી કરો તમે રસોડામાં ફાયદો જ ફાયદો. જરૂરી સામગ્રી : મલાઈ malai બનાવવાની રીત : તમે મલાઈમાંથી ઘી બનાવવું હોય…
સૌ ગુજરાતીઓના ફેવરીટ ઢોકળાની રીત જુઓ સ્ટેપ બાય સ્ટેપ આટલું ધ્યાન રાખશો તો ઢોકળા એકદમ સોફ્ટ બનશે..!!
આમ તો દરેક ગુજરાતી ઘરોમાં ઢોકળા વારંવાર બનતા જ હશે, પરંતુ ક્યારેય ઢોકળા એકદમ કઠણ ને ખાવામાં પણ ટેસ્ટી ના લાગે એવા બનતા હોય છે. તો ચાલો આજે તમને એકદમ સ્પોંઝ ઢોકળા કેવી રીતે બનાવાય તેની ટિપ્સ સાથે પરફેક્ટ રીત કહેવા જઈ રહ્યા છીએ. તો નોંધી લેવાનું ભૂલતા નહી. સામગ્રી : 1 વાટકી ચોખા, 1/2…
આ ફળ છે દેવતાઓનું વરદાન, પથરી જેવી અનેક બીમારીઓનો કરે છે રામબાણ ઈલાજ વાંચી લો
આપણે સલાડમાં અને સેન્ડવીચમાં કાકડીનો ઉપયોગ કરીએ છે. તેમજ આંખો માટે પણ આપણે કાકડીનો વધુ ઉપયોગ કરીએ છીએ. કાકડીના ઘણા પ્રકાર હોય છે. એમાંથી એક બાલમ કાકડી વિશે આજે અમે તમને જણાવીશું. આ કાકડી પર્વતીય વિસ્તારમાં મળી રહે છે. બાલમ કાકડી સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે, એથી તે લોકોને ઘણી પસંદ હોય છે. આ કાકડીનો…
