ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ડુંગળીથી થાય છે આ ચમત્કારિક ફાયદા જાણીને તમને અજીબ લાગશે

    પીરીયડ્સથી લઈને ડાયાબીટીસ સુધીમાં ખુબ ઉપયોગમાં આવે છે  ડુંગળી.‘ડુંગળી અને લસણ’ જ્યારે પણ આ નામ લેવામાં આવે ત્યારે મોટાભાગે લોકો તેની સુગંધને યાદ કરીને પોતાની નાક સીકુડવા લાગતા હોય છે. ભોજનમાં લસણ ડુંગળી વગરનો સ્વાદ સાવ નકામો હોય છે જ્યારે અમુક મહાનુભાવો એવા પણ હોય છે જેઓનું જીવન ડુંગળી અને લસણ વગર અધૂરું હોય છે.…

  • દહી જમાવતી વખતે ફોલો કરો આ ટિપ્સ, એકદમ કાપા પાડી શકાય એવું દહી બનશે !!!

    આમ તો દૂધ માંથી milk દહી બનાવવાની પરંપરા વર્ષો જૂની ને પ્રખ્યાત છે.જે રીતથી જ આજે પણ ગામડું હોય કે શહેર દરેક ઘરમાં દહી જમાવવામાં આવે છે. બધા જ એક જ રીતથી દહી બનાવતા હશે. એમાં સૌથી પહેલા તો તમે દૂધને ગરમ કરો અને પછી એમાં છાસ માખો ને એને ઢાંકીને મૂકી દો. દહી બની…

  • કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…

    કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક  રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?  તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ બટાકાનું સ્વાદિષ્ટ શાક. કૂકરમાં બનતું આ શાક બનાવવામાં જેટલું સરળ છે. તેટલું સ્વાદિષ્ટ પણ છે. તો બનાવો હવે એ જ બટાકાની નવીન વેરાયટી ને નવીન…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles