ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • દરેક મહિલાઓને કામમાં આવે તેવી 12+ ટિપ્સ અને ટ્રિક્સ

    ગોડની ચાસણી તળિયે ચોંટે નહીં એ માટે આટલું કરો ગોળની ચાસણી બનાવતી વખતે વાસણમાં પહેલા  ઘીનો હાથ લગાડવાથી ચાસણી ચોંટશે નહીં.  દહીં વડા પોચા અને મુલાયમ બનાવવા માટેની ખાસ ટીપ્સ દહીં વડા બનાવતી વખતે અદડની દાળની પેસ્ટમાં થોડો રવો ભેળવીને ફીણીને વડા ઉતારવાથી વધુ મુલાયમ થાય છે.  પરાઠાને સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આટલું જરૂર…

  • દરેક મહિલાઓને કામમાં આવે તેવી 14+ રસોઈ ટિપ્સ

    દાળ અને સંભારનો સ્વાદ વધારવા માટે આટલું કરો દાળ કે સંભાર બનાવતી વખતે તેમાં બે-ત્રણ લવિંગ નાખશો તો દાળ લાંબા સમય સુધી બગડશે નહીં અને તેના સ્વાદ તથા સોડમમાં પણ વધારો થશે. ભાતને સફેદ અને છુટા બનાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં અડધું લીંબુ નીચોવી દેશો તો ભાત સફેદ અને છૂટો થશે. મીણબત્તી લમ્બો સમય…

  • દરેક મહિલાઓને સુપર કિંગ બનવા માટે 20+ રસોઈ ટીપ્સ

    કોઈ પણ વાનગીમાં દહીં ઉમેરતી વખતે આટલું ખાસ ધ્યાન રાખવું જે પણ વાનગીમાં દહીં ઉમેરવાનું હોય તો તે વાનગી બરાબર ઉકળી ગયા પછી જ તેમાં દહીં નાખવું જોઈએ. જો તમે ફે દહીં નાખશો તો દહીં ફાટી જવાની શક્યતા રહે છે. માટે કોઇપણ વાનગી બરાબર ઉકળી જાય પછી જ તેમાં દહીં ઉમેરવું કોઈ પણ કઠોળને ફગાવતી વખતે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles