મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
-
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | પીતાંબરી વગર પિત્તળના વાસણો સાફ કરવા માટે | kitchen hacks
ઘરમાંથી મચ્છર ભગાડવા માટે દેશી જુગાડ | kitchen hacks શિયાળો આવ્યો એટલે ઠંડીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે મચ્છર કરડવાથી ઘણી બધી બીમારીઓ થઈ છે જો મચ્છરને ઘરમાંથી ભગાડવામાં આવે તો આ બીમારીઓથી બચી શકાય છે તો આજે અમે તમારી સાથે ઘરમાંથી મચ્છર ભગાડવાનો એક દેશી જુગાડ લઈને આવ્યા છીએ જે કોઈપણ નુકસાની વગર…
-
kitchen tips and rasoi tips: દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થું ટીપ્સ અને રસોઈ ટીપ્સ
kitchen tips and rasoi tips: ઘીના ચીકણા વાસણો સાફ કરવા માટે ઘી ગરમ કરીને ચીકણા થયેલ વાસણને સાફ કરવા માટે ઘી ગરમ કરેલા વાસણ સાફ કરવામાં ખૂબ જ કંટાળો આવે છે કે ગરમ કરીએ એટલે ઘીનું તળિયે બેસી જાય છે અને તે કોઈ રીતે સાફ થતો નથી આ ઘી ગરમ કરેલા વાસણને ઝડપથી આસાનીથી સાફ…
-
ઉપયોગમાં આવે તેવી મહિલાઓ માટે ઘરગથ્થુ કિચન ટિપ્સ રસોઈ ટિપ્સ અને હેલ્થ ટીપ્સ
રીંગણનો ઓળો બનાવતી વખતે ગેસનું બર્નર ગંદુ થઈ જાય છે | unique kitchen tips અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે અને દરેકના ઘરમાં શિયાળો આવે એટલે રીંગણનું ઓળો અને બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડી જતી હોય છે તો રીંગણનો ઓળો બનાવતી વખતે દરેક મહિલાઓને એક પ્રશ્ન ઉભો થાય છે કે રીંગણ તેકતી વખતે ગેસના…