મજીઠ’નો ઉપયોગ ઘણા પ્રાચીન સમયથી થતો આવ્યો છે . તમામ આ મજીઠને આયુર્વેદમાં ‘ મંજિષ્ઠા ’ કહે છે . જે એક ઉત્તમ રક્તશોધક ઔષધ છે . લોહી અને ચામડીના રોગોમાં આયુર્વેદીય ઔષધોની બનાવટમાં તે પ્રયોજાય છે . મજીઠ માંથી બનતી અનેક દવાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે . આ વખતે આયુર્વેદના આ ઉત્તમ રક્તશુદ્ધિકર ઔષધના ગુણકર્મો અને ઉપયોગો વિશે વધુમાં માહિતી આગળ વાંચો.
ગુણકર્મો વિષે જાણીએ તો મજીઠની લાંબા મૂળની જાડી બહુવર્ષાયુ વેલ કાશ્મીર , દહેરાદૂન , છોટા નાગપુર , ચિત્રકૂટ , માળવા તથા ભારતના ઉત્તર – પૂર્વે ૮૦૦૦ ફૂટ સુધીના પર્વતીય પ્રદેશોમાં ખૂબ જોવા મળે છે. ઔષધ તરીકે ઉપયોગી તેનાં મૂળ શરૂઆતમાં રતાશ પડતાં સફેદ અને અંદરથી લાલ રંગનાં હોય છે. જે સુકાયા પછી બહારથી પણ લાલ રંગનાં જણાય છે. આયુર્વેદ પ્રમાણે મજીઠ સ્વાદમાં મધુર, તૂરી અને કડવી, ગરમ, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક, સ્વર સુધારક, કાંતિવર્ધક, ત્વચા રોગનાશક, રક્તસ્ત્રાવ અટકાવનાર, રક્તશુદ્ધિક , ગર્ભાશય સંકોચક તેમજ કમળો, તા , મધુપ્રમેહ , લોહીના ઝાડા, કફ અને આંખના રોગો, ચામડીના રોગો, હરસ, કૃમિ પક્ષાઘાત વગેરેને મટાડે છે તેનાસેવનથી મૂત્રનો રંગ લાલ થાય છે .
રાસાયણિક દૃષ્ટિએ મજીઠનાં મૂળમાં રાળયુક્ત સત્ત્વ પદાર્થ, ગુંદર, શર્કરા રંજકદ્રવ્ય તથા ચૂનાનાં લવણ હોય છે. રંજક દ્રવ્યોમાં પપ્પુરિન, મંજિષ્ઠિન, જેન્થોપર્મ્યુરિન અને સ્યુડોપપ્પુરિનનો સમાવેશ થાય છે મજીઠના આયુર્વેદિક દ્રષ્ટીએ ઉપયોગો: – આયુર્વેદ પ્રમાણે ચામડીના રોગોનું મજીઠ ઉત્તમ ઔષધ છે. મજીઠના સેવનથી રક્તની વિકૃતિઓ દૂર થઈ ત્વચાના રોગોમાં લાભ થાય છે. કુષ્ઠ ( રક્તપિત્ત ), વાત રક્તગાઉટ ) જેવા ત્વચા રોગોમાં મજીઠ, દારૂ હળદર, ત્રિફળા, ગળો, વજ, કડુ અને કડવા લીમડાની છાલ આ ઔષધો સરખા વજને લાવી. ખાંડીને ભુક્કો કરી લેવો. એક ચમચી જેટલા આ ભુક્કાનો ઉકાળો કરી સવાર સાંજ પીવાથી રક્તની શુદ્ધિ થઈ આ રોગમાં ફાયદો થાય છે.
આ ઉપચાર ચામડીનાં બધાં દર્દોમાં લાભ આપનાર છે. મજીઠને આયુર્વેદમાં ત્વચાની કાંતિને વધારનાર અને વર્ણને સુધારનાર ઔષધ કહ્યું છે. તે ત્વચાના વ્યંગ ( કાળા ડાઘ ) ને મટાડે છે. ચહેરા પર જો કાળા ડાઘ પડી ગયા હોય તો મજીઠના ચૂર્ણને મધમાં ઘૂંટીને તેનો ડાઘ પર સવાર – સાંજ લેપ કરવો. પંદર મિનિટ લેપ રહેવા દઈ પછી ચહેરો ધોઈ લેવો. આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી ચહેરા પરના ડાઘ દૂર થઈ તેની કાંતિમાં વધારો થાય છે .
મજીઠ ગર્ભાશયનું સંકોચન કરાવનાર ઔષધ છે . પ્રસૂતિ પછી જો ગર્ભાશયમાં કંઈ બગાડ રહી ગયો હોય તો તેમાં મજીઠનો ઉકાળો કરીને આપવાથી બગાડ દૂર થાય છે . ઉકાળો બનાવવા માટે સો ગ્રામ ત્રિફળા ચૂર્ણ અને દશ ગ્રામ મજીઠનું ચૂર્ણ લાવી મિશ્ર કરી લેવું. આ ઉકાળો પીવાથી ગર્ભાશયમાં કંઈ બગાડ રહી ગયો હોય તો તે દુર થાય છે. રાસાયણિક દૃષ્ટિએ મજીઠનાં મૂળમાં રાળયુક્ત સત્ત્વ પદાર્થ, ગુંદર, શર્કરા, રંજકદ્રવ્ય તથા ચૂનાનાં લવણ હોય છે અડધી ચમચી જેટલા આ મિશ્રણને બે ગ્લાસ પાણીમાં ઉકાળી, અડધો કપ પ્રવાહી બાકી રહે ત્યારે ઉતારી, ઉકાળો ગાળી , ઠંડું પાડીને પી જવું સવાર – સાંજ બે વખત આ રીતે ઉકાળો કરીને પીવાથી થોડા દિવસમાં બધો બગાડ નીકળી જઈ પ્રસૂતા સ્ત્રી સ્વસ્થ બને છે .
મજીઠ સાથે બીજાં કેટલાંક ઔષધો પ્રયોજીને મહામંજિષ્ઠાદિ ક્વાથ – ઉકાળો બનાવાય છે . અમારા વૈદ્યોનું આ પ્રિય ઔષધ છે . ત્વચાના બધા જ રોગોમાં મહામંજિષ્ઠાદિ ક્વાથ ઉત્તમ પરિણામ આપે છે . રોજ સવારે આ ઉકાળો નિયમિત પીવાથી ત્વચાના બધા જ રોગોમાં લાભ થાય છે.