રાજકોટના ફેમસ મહીકા ગામના પુડલા બનાવવાની સિક્રેટ ટીપ્સ

રાજકોટના  મહીકા ગામના પુડલા ખુબ જ પ્રખ્યાત છે આ પુડલા બનાવવાની રિત અને તેનો સ્વાદ એકવાર ખાધા પછી ક્યારેય ભૂલાતો નથી તો તમે પણ આ રિત અને સિક્રેટ ટીપ્સથી ઘરે પુડલા બનાવશો તો એકદમ એવાજ બનશે

આ પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વ્યક્તિ માટે

  • ૩ નાના વાટકા ચણા નો લોટ
  • ૨ ચમચી હિંગ
  • ૧ નાનો વાટકો લિલી ડુંગળી
  • ૧ નાનો વાટકો પાલક ની ભાજી
  • ૧ નાનો વાટકો લીલું લસણ
  • ૧ નાનો વાટકો મેથી ની ભાજી
  • મીઠું સ્વાદમૂજબ
  • 1 નાનો વાટકો કોથમીર
  • પાણી
  • તેલ શેકવા માટે

નોંધ: જેટલું સૂરણ વધારે હશે એટલા પુડલા ટેસ્ટી બનશે.

પુડલા બનાવવા માટેની રિત: સૌ પ્રથમ ઉપર જણાવેલ લીધેલા બધા વેજિટેબલ ભાજીને  ને જીણા સમારી લેવા. ત્યારબાદ એક તપેલા મા આ સુધારેલા બધા વેજિટેબલ(ભાજી ૧ નાનો વાટકો લિલી ડુંગળી, ૧ નાનો વાટકો પાલક ની ભાજી, ૧ નાનો વાટકો લીલું લસણ, ૧ નાનો વાટકો મેથી ની ભાજી, 1 નાનો વાટકો કોથમીર)લેવા તેમાં  હિંગ તેમજ સ્વાદનુસાર મીઠું ચણા નો લોટ સરખી રીતે બધું મિક્સ કરી જરૂર મુજબ પાણી નાખી બેટર તૈયાર કરી લેવું (બેટર ને ઘટ રાખવું જોઈએ વધારે પાતળું ન કરવું). હવે પછી ગેસ ઓન કરી ગેસ પર લોઢી મૂકી એક ચમચી તેલ સ્પ્રેડ કરવું ત્યાર બાદ તૈયાર  કરેલા બેટર ને લોઢી ઉપર સ્પ્રેડ કરવું ફરી તેના પર તેલ સ્પ્રેડ કરવું. ગેસની આંચ મીડીયમ અથવા ધીમી રાખવી. ફૂલ ગેસ હશે તો ડીઝાઈન સારી નહિ પડે.  હવે તેનો થોડો કલર ચેન્જ થાય એટલે તેને ઉથલાવી લેવું હવે તેને બન્ને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવું.  આ રીતે ગરમા ગરમ સર્વ કરો.  તો  તૈયાર છે મહીકા ના પ્રખ્યાત પુડલા તેને સોસ અથવા દહીં સાથે પણ ખાય શકાય છે આ  પુડલા લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. આ રીતે એકવાર ઘરે પુડલા બનાવશો તો વારંવાર ખાવાનું મન થશે.

Leave a Comment