કામમાં આવે તેવી ૧૬ હેલ્થ ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

3

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો એક  ચમચી તુલસીનો રસ પીવાથી ફાયદો થાય છે અથવા તો તુલસીના પણ મોમાં રાખવાથી ઊલટી બંધ થાય છે. અને તુલસીના બીજા પણ અનેલ ફાયદા છે તુલસી મોંમા રાખી ચાવવાથી મુખદુર્ગંધ દૂર થાય છે. સામાન્ય રીતે થતી ઊલટીને શાંત કરવા માટે આટલું કરો  એક કપ ટામેટાનો રસ બનાવી તેમાં  સાકર, એલચી,લવિંગ તથા મરીનો ભૂક્કો ભેળવીને  પીવું જોઈએ આ સૂપ પીવાથી  ઊલટી બંધ થશે તેમજ પેટમાં થતી ગરબડ તથા ગભરામણથી પણ છૂટકારો મળી જશે .

ઘણી વખત હેડકી આવવાની શરુ થાય પછી બંધ થવાની નામ નથી લેતી સવારથી હેડકી આવવાની શરુ થાય તો સાંજ સુધી હેડકી આવે છે  હેડકીને રોકવા માટે થોડી વાર શ્વાસ રોકી શકાતો હોય તો રોકી રાખવાથી હેડકી બંધ થશે. આ રીતે તમે હેડકીથી બચી શકો છો……..સ્તનપાન કરાવતી મહિલા દૂધ વધારવા માટે અનેક પ્રયોગ કરે છે જેથી બાળકને પુરતો ખોરાક મળી રહે છે બાળકનું પેટ ભરાઈ આમ  સ્તનપાન કરાવતી માતાને ગાજરનો રસ માફક આવતો હોય તો નિયમિત પીવો જોઈએ આમ ગાજરનો રસ પીવાથી સ્તનપાન કરાવતી માતાને  દૂધ વધુ આવે છે. અને બાળક ભૂખ્યું રહેતું નથી

જો તમારા પગ ના તળિયા ફાટી જતા હોય કે ફાટી ગયા હોય તો ચમેલીના પાનનો રસ પગની એડીની ફાટેલી ત્વચા પર લગાડવાથી રાહત થાય છે. ઉનાળામાં નસકોરીની તકલીફથી રાહત પામવા કોથમીરના પાનનો રસ સૂંઘવો તેમજ કોથમીરને વાટી કપાળ પર લગાડવી.  એસિડિટીથી રાહત પામવા દૂધ પીવું.તેમજ ફળોના રસ તરીકે ગાજર,પાલક તથા કોબીનો રસ પીવો.

દૂધ સાથે પાકેલી કેરીનું સેવન કરવાથી વીર્યવૃદ્ધિ થાય છે. પ્રસુતા વખતે મહિલાએ અશક્તિનો અનુભવ ન કરવો પડે એ માટે શક્તિ વધારવા માટે અને તંદુરસ્ત રહેવા માટે પ્રસૂતાને મખાણાનો હલવો ખવડાવવાથી શક્તિ મળે છે.

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે  ચારોળીને દૂધ સાથે વાટી લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. દૂધ અને દહીંને સમાન માત્રામાં લઇ શરીરે માલિશ કરવાથી ત્વચા નિખરે છે. જો તમારે હિમોગ્લોબીન ઓછું હોય તો આ ઉનાળા  ભોજનમાં પાકેલી કેરીનો સમાવેશ કરવાથી હેમોગ્લોબિન વધે છે. ખીલ પર ચણાનો લોટ તથા દહીંનું મિશ્રણ ૧૦ મિનિટ લગાડી રાખી ચહેરો ધોવાથી ખીલમાં લાભ થાય છે. અને ચહેરાની કાંતિ વધે છે. સંતરાની છાલની પેસ્ટ બનાવી શરીરે લગાડવાથી સામાન્ય ત્વચા રોગમાં રાહત થાય છે.

ઘણી વખત શરદી થઈ હોય ત્યારે અથવાતો ખુબ રાડો નાખી હોય ત્યારે ગળું બેસી જાય છે આવા સંજોગોમાં શું કરવું જોઈએ ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય તો ૧૦-૧૨ તુલસીના પાન ચાવવાથી ફાયદો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here