અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ | chiku khavana fayda | chikoo benefits

1

ચીકુના ફાયદા અનેક છે અને તેમાં પણ ઉનાળામાં તો સૌથી વધુ ગુણકારી છે.ચીકુમાં ગ્લુકોઝનું સ્તર બહું ઊંચુ હોવાથી ડિહાડ્રેશન થાય ત્યારે અશક્તિ આવતી નથી જલદી. તેમજ ચીકુમાં રહેલ શક્તિ બહુ જલદી લોહીમાં ભળી જાય છે અને શરીરમાં રહેલ અશક્તિ દૂર કરે છે.ચીકુને તમે ધોઇને સીધે-સીધાં પણ ખાઇ શકો છો અને જ્યુસ બનાવીને પણ પી શકો છો. ચીકુમાં રહેલ સેપોટિન નામનું તત્વ થોડું તૂરું હોય છે પરંતુ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી હોય છે.   ચીકુના ફળમાં 71 ટકા પાણી,1.5 ટકા પ્રોટીન,1.5 ટકા ચર્બી અને સાડા પચ્ચીસ ટકા કાર્બોહાઈડ્રેડ હોય છે.તેમાં વિટામિન એ સારા પ્રમાણમાં તથા વિટામિન સી ઓછી માત્રામાં હોય છે.ચીકુના ફળમાં 14 ટકા શર્કરા પણ હોય છે.જેમાં ફોસ્ફોરસ તથા આયર્ન પણ મોટી માત્રામાં હોય છે અને ક્ષાર પણ થોડે ઘણે અંશે સમાયેલ હોય છે. આજે અમે પણ તમને જણાવીએ છીએ ચીકુ ખાવાના આવા જ ફાયદાઓ વિશે.

ચીકુ એક એવું ફળ છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ હોય છે. ભોજન કર્યા પછી જો ચીકુનું સેવન કરવામાં આવે તો તે નિશ્ચિત રૂપથી લાભ પ્રદાન કરે છે. ચીકુના ફળમાં 71 ટકા પાણી, 1.5 ટકા પ્રોટીન, 1.5 ટકા ચરબી અને 25 ટકા કાર્બોહાઇડ્રેટ મળી આવે છે. ચીકુમાં વિટામિન એ તથા વિટામિન સી ભારે માત્રામાં મળી આવે છે. ચીકુના ફળમાં 14 ટકા ખાંડ મળી આવે છે. તથા ચીકુમાં ફોસ્ફરસ તથા લોખંડ પણ ભારે માત્રામાં મળી આવે છે અને ક્ષારનો પણ થોડો અંશ હોય છે.

આજે અમે તમને ચીકુના એવા ફાયદા જણાવીશું જે તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓની સાથે તમારી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક બનશે.

૧-કિડનીની પથરીમાં કારગરઃ- ચીકુ સ્વાસ્થ્યવર્ધક તો છે જ સાથે જ જો તેના બીજને પીસીને જો તેનું સેવન કરવામાં આવે તો કિડનની પથરી પેશાબ વાટે બહાર આવી જાય છે.

૨-આંખ માટે ફાયદાકારકઃ- ચીકુમાં વિટામિન એ ભારે માત્રામાં મળી આવે છે. જેના કારણે લાંબા સમયે થતી આંખની સમસ્યાઓ દૂર થાય છે. સાથે જ, હાલમાં જો આંખ સંબંધી તમને કોઇ સમસ્યા પરેશાન કરતી હોય તો તમારી માટે ચીકુનું સેવન શ્રેષ્ઠ રહે છે.

૩- એનર્જી માટે સર્વોત્તમઃ- ચીકુમાં ગ્લૂકોઝ ભારે માત્રામાં મળી આવે છે, જે શરીરને તરત જ ઉર્જા પ્રદાન કરે છે. જે લોકો રોજ વ્યાયમ અને કસરત કરે છે, તે લોકોને ઉર્જા ખૂબ જ જરૂરી હોય છે માટે જો આવા લોકો રોજ ચીકુનું સેવન કરે તો તેમના શરીરમાં ઉર્જા બની રહે છે.

૪-એન્ટી-ઇન્ફલેમેટરી એજન્ટઃ- ચીકુમાં ટેનિનની ભારે માત્રામાં મળી આવે છે જેના કારણે ચીકું એક સારું એન્ટી ઇન્ફલેમેટરી એજન્ટ છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો, ચીકું કબજીયાત,  ઝાડા, એનિમિયા જેવી બીમારીઓથી બચી શકાય છે. સાથે જ, આંતરડાની શક્તિને પણ વધારે છે, હ્રદય અને ગુદ્દાના રોગને પણ અટકાવવામાં પણ મદદ કરે છે.

૫-કેન્સરના ખતરાને અટકાવે છેઃ- ચીકુમાં વિટામિન એ અને બી ભારે માત્રામાં મળી આવે છે. ચીકુમાં એન્ટીઓક્સિડેન્ટ, ફાઇબર અને અન્ય પોષક તત્વ પણ મળી આવે છે જે કેન્સરને રોકવામાં મદદ કરે છે. વિટામિન એ ફેંફસા અને મુખના કેન્સરથી પણ બચવામાં મદદ કરે છે.

૬-હાડકાઓ માટે ગુણકારીઃ- ચીકુમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની સાથે આર્યન પણ ભારે માત્રામાં મળી આવે છે, જે હાડકાઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. કેલ્શિયમ, આર્યન અને ફોસ્ફરસની ભારે માત્રા હોવાથી ચીકુ હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ બની રહે છે.

૭-કબજીયાતમાં રાહત આપે છેઃ- ચીકૂ ખાવાથી આંતરડાની શક્તિમાં વધારો થાય છે. અને આંતરડા વધારે મજબૂત બને છે. ચીકૂની છાલ તાવ નાશક હોય છે. આ છાલમાં ટેનિન હોય છે.

– ચીકૂ શીતલ, પિતનાશક, પૌષ્ટિક, મીઠા અને રૂચીકર છે. ભોજન પછી જો ચીકૂનું સેવન કરવામાં આવે તો તે જરૂર લાભપ્રદ થાય છે. ચીકુમાં ફાઇબર (5.6/100 g) મળી આવે છે, જેના કારણે તેમાં સારી માત્રામાં લેક્સટિવ (રેચક) મળી આવે છે જે કબજીયાતમાં રાહત આપે છે અને અન્ય સંક્રમણથી લડવામાં પણ શક્તિ પ્રદાન કરે છે.

૮-ગર્ભાવસ્થા સમયે લાભકારકઃ-

કાર્બોહાઇડ્રેટ અને જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રા હોવાને કારણે ચીકુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ઘણુ લાભદાયક સાબિત થાય છે. ચીકુ ગર્ભાવસ્થા સમયે આવતી નબળાઇ, ઉલટી અને ચક્કર આવવા વગેરે સમસ્યાઓમાં રાહત આપે છે.

૯-હેમોસટાટિક પ્રોપર્ટિઝઃ-

ચીકુમાં હેમોસટાટિક પ્રોપર્ટીઝના ગુણ પણ મળી આવે છે એટલે કે, આ ગુણ શરીરમાં લોહીની ખરાબીથી પણ બચાવે છે. આ જ રીતે, ચીકુ હરસમસા અને ઘાવને પણ ઝડપથી ઠીક કરે છે. ચીકુના બીજને પીસીને તેને જીવાણુનાં કરડવાની જગ્યાએ લગાવી શકાય છે.

૧૦-એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટીરિયલ ગુણઃ- પોલીફેનોલિક એન્ટીઓક્સીડેન્ટ હોવાને કારણે ચીકુમાં ઘણા એન્ટી-વાયરલ, એન્ટી-પરસિટિક અને એન્ટી-બેક્ટીરિયલ ગુણ મળી આવે છે. એન્ટીઓક્સિડેન્ટ હોવાને કારણે તે શરીરમાં બેક્ટેરિયાને આવવાથી રોકે છે. વિટામિન સી હાનિકારક મુક્ત કણને નષ્ટ કરે છે, અને પોટેશિયમ, આર્યન, ફોલેટ અને નિયાસિન પાચન તંત્રને સ્વસ્થ રાખે છે.

૧૧-માનસિક સ્વાસ્થ્યઃ- ચીકુ મગજને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મદદ કરે છે. મગજની તંત્રિકાઓને શાંત અને તણાવને ઓછો કરવામાં મદદ કરે છે આ પ્રકારે જ જો અનિદ્રા, ચિંતા અને અવસાદથી પીડિત વ્યક્તિઓ માટે પણ ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

૧૨- ચમકદાર ત્વચાઃ- ચીકુ તમારી ત્વચાની ચમકને જાળવી રાખવામા પણ મદદ કરે છે. ચીકુમાં વિટામિન ઇ મળી આવે છે જે તમારી ત્વચાને નમી આપે છે જેનાથી તમારી ત્વચા સ્વસ્થ અને સુંદર બને છે. આ માટે તમારે દરરોજ સવારે ચીકુનું સેવન કરવું જોઇએ.

  • ચીકૂના ફળમાં થોડી જ માત્રામાં સંપોટિન નામનું નમક તત્વ હોય છે. ચીકૂના બીજ મૃદુરેચક અને મૂત્રકારક માનવામાં આવે છે. ચીકૂના બીજમાં સાપોનીન તથા સંપોટિનીન નામનો કડવો પદાર્થ હોય છે.
  • ગરમીમાં ચીકૂ ખાવાથી શરીરમાં વિશેષ પ્રકારની તાજગી અને સ્ફૂર્તી આવે છે. તેમાં શર્કરાની માત્રા વધારે હોય છે. એ લોહીને વહન માટેની તાજગી આપે છે.
  • ચીકૂમાં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે. આના નિયમિત સેવનથી આંખોની રોશની વધે છે. ચીકૂમાં ગ્લૂકોઝ ભરપૂર માત્રામાં હોય છે. જે લોકો બહુ વધારે કામ કરે છે તેમને ઊર્જાની વધુ જરૂર પડે છે. જેથી આવા લોકોએ દરરોજ ચીકૂ ખાવું જોઈએ. -ચીકૂ મગજને શાંત રાખવામાં મદદ કરે છે. આ મગજની કોશિકાઓને શાંત અને તણાવથી મુક્ત કરે છે. આ રીતે ચીકૂ અનિદ્રા, ચિંતા અને વિષાદથી પીડિત વ્યક્તિઓ માટે લાભકારક હોય છે.
  • ચીકૂ આપણા હૃદય તથા રક્તવાહિનીઓ માટે વધારે ફાયદા કારક છે. ચીકૂ કબજીયાત અને દસ્તની બીમારીને સારી કરવામાં વધારે મદદ રૂપ થાય છે. ચીકૂ ખાવાથી ડિહાઈડ્રેશન થવાનો ખતરો ઓછો રહે છે.
  • – ચીકૂમાં છે તેવી શક્તિ કે તે ફેફસાની બીમારી કે કેન્સરના ખતરાને દૂર કરે છે. ચીકૂ એનિમિયા થવાથી પણ રોકે છે.
  • આ હૃદય રોગો અને ગુર્દાના રોગોને થતા રોકે છે. આ ઉર્જાના એક સારો સ્ત્રોત છે, કારણ કે કારણ કે તેના ગૂંદરમાં 14 ટકા માત્ર શર્કરા હોય છે.
  • – તેમાં પર્યાપ્ત માત્રામાં કૈરોટીન અને ઓછી માત્રામાં આયરન તથા વિટામિન પણ મળે છે. ડાયાબિટીસના રોગીઓ તેનું સેવન કરે તો સારું રહે છે.

ચીકૂ શીતળ, પિત્તનાશક, મીઠું અને રૂચિકારક હોય છે. ભોજન બાદ જો ચીકૂ ખાવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. ચીકૂ હૃદય સંબંધી બીમારીઓમાં રામબાણ તરીકે કાર્ય કરે છે. ચીકૂ કબજિયાતની બીમારીમાં ફણ કારગર માનવામાં આવે છે. -ચીકૂ ફેફસાના કેન્સર થવાની શક્યતા ઘટાડે છએ. ચીકૂના ગરમાં 14 ટકા શર્કરાની માત્રા હોય છે. આમાં પર્યાપ્ત માત્રામાં કેરોટિન અને થોડી માત્રામાં વિટામિન પણ હોય છે. ડાયાબિટીસના રોગીઓએ ચીકૂનું સેવન ન કરવું.

કફની સમસ્યામાં ચીકૂનું સેવન કરવાથી ફાયદો થાય છે. ચીકૂમાં ખાસ તત્વો હો છે. જે શ્વસન તંત્રને કફ અને ગળફાથી રક્ષણ આપી જુની ઉધરસને દૂર કરે છે. આ રીતે ચીકૂ શરદી અને ઉધરસથી બચાવે છે. -પથરીના રોગીઓ માટે પણ ચીકૂ અત્યંત ફાયદાકારક હોય છે. આ પથરીને બહાર કાઢી દે છે. આ સિવાય વજન ઘટાડમાં પણ ચીકૂ મદદ કરે છે. ચીકૂમાં લેટેક્સ તત્વ ભરપૂર માત્રામાં હોય છે. જેથી ચીકૂ દાંતો માટે પણ લાભકારક હોય છે.

chiku in english | chiku khavana fayda | chikoo benefits | ચીકુ ખાવાના ફાયદા

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here