શરીર માં યુરીક એસિડ વધી જાય તો, તરત જ અપનાવો આ ઉપાય અને મેળવો તેમાં થી છુટકારો
જ્યારે લોહીમાં ફરતા યુરિક એસિડ નામના રસાયણનું પ્રમાણ ખૂબ વધી જાય અને પરિણામે એ લોહીમાં દ્રાવ્ય રહેવાને બદલે એના કણ બાઝવા માંડે ત્યારે “ગાઉટ” તરીકે ઓળખાતી સાંધાના દુખાવાની તકલીફ ઉદ્ભવે છે. યુરિક એસિડની માત્રા શરીરમાં સતત વધારે રહેવાને કારણે સાંધાઓમાં સોજો અને દુખાવો રહ્યા કરે છે. જેનો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો સાંધાઓને કાયમી નુકસાન થઈ શકે છે તથા યુરિક એસિડ સ્ટોન બનવાને કારણે કિડનીને પણ નુકસાન પહોંચી શકે છે.
આ પણ વાંચો:
RELATED ARTICLE
લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ
એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ
કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ
પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો
ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો
ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો
કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો
જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો
ક્યો ખોરાક ખાવાથી યુરિક એસિડ વધે?
માંસાહારી ખોરાક ખાવાથી લોહીમાં યુરિક એસિડ વધવાની શક્યતા ખૂબ ઊંચી રહે છે. લિવર, સ્વીટ બ્રેડ (થાઇમસ, પેન્ક્રીયાસ); કિડની અને એન્કોની જેવા માંસાહારી ખોરાક સૌથી વધુ યુરિક એસિડ પેદા કરે છે. આ બધા ખોરાકમાં કોષ અને કોષકેન્દ્ર વધુ પ્રમાણમાં હોય છે. ખોરાકમાં લીધેલ કોષોમાં રહેલ આર.એન.એ. નો ૫૦ ટકા અને ડી.એન.એ નો ૨૫ ટકા ભાગ પેશાબમાં યુરિક એસિડ તરીકે દેખાય છે. માંસાહાર ઉપરાંત, કઠોળ, બીન્સ, વટાણા, મસૂર, મશરૂમ, પાલક, ફ્લાવર, યીસ્ટ, ચોકલેટ, કોકો, ચા-કોફી વગેરેનો ખોરાકમાં વધુ ઉપયોગ કરવાથી પણ યુરિક એસિડ વધી શકે છે.
દારૂ પીવાથી યુરિક એસિડ વધે?
દારૂ પીવાથી લિવર પર દારૂની ઝેરી અસરને કારણે તરત જ વધુ પ્રમાણમાં યુરિક એસિડ બનવા લાગે છે. આ ઉપરાંત દારૂની લોહીમાં લેક્ટિક એસિડ વધારવાની અસરને લીધે યુરિક એસિડનું ઉત્સર્જન ખોરવાઈ જાય છે. વળી, કેટલાક દારૂ (દા.ત. બીયર)માં યુરિક એસિડ વધારે એવાં તત્ત્વો (યુરિન) હાજર હોય છે. આ બધાં પરિબળો ભેગાં થઈને યુરિક એસિડનું ફૂલ પ્રમાણ ખૂબ વધારી નાંખે છે.
યુરિક એસિડ વધી જવાથી “ગાઉટ” સિવાય બીજી પણ કોઇ તકલીફ થાય?
જો લોહીમાં વધી ગયેલ યુરિક એસિડના કણો સાંધાની આસપાસ બાઝવા લાગે તો ગાઉટ થાય. આ ઉપરાંત,કિડનીની અંદર જો યુરિક એસિડના કણો બાઝવા લાગે તો, ક્યારેક અચાનક કિડની કામ કરતી બંધ થઈ જાય. કિડની ફેઇલ થવાની તકલીફ યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ બની શકે. યુરિક એસિડને કારણે પથરી પણ થઇ શકે.
ગાઉટને ઓળખવો કઇ રીતે?
ગાઉટ”નું વર્ણન એની પિડા ભોગવી ચૂકેલ દર્દીના જ શબ્દમાં જોઇએ. “હું કાલે રાત્રે પાર્ટીમાં ગયો હતો અને માંસાહાર -દારૂ વગેરેની મોજ માણીને રાત્રે આરામથી ગાઢ ઉંઘમાં સૂતો હતો. આજે વહેલી સવારે અચાનક પગમાં અસહ્ય દુખાવાના કારણે ઉંઘ ઉડી ગઇ. મારા જમણા પગના અંગૂઠાના મૂળ આગળ કંઇક વાગ્યું હોય એટલો વધારે સોજો હતો અને એ ભાગ લાલઘૂમ થઈ ગયો હતો. હું વિચાર કરવા લાગ્યો કે રાત્રે ઉંઘમાં કંઇક વાગ્યું હશે? કે કંઇક કરડી ગયુ હશે? પરંતુ આટલું જારદાર વાગે કે કરડે તો ત્યારે જ ઉંઘ ઉડી જાય. દુખાવો ધીમે ધીમે વધવા લાગ્યો. અને તરત હું ડોક્ટર પાસે ગયો જેમણે તપાસ કરીને ગાઉટનું નિદાન કર્યું.”
ગાઉટના ઘણા દર્દીઓમાં આ રીતે અચાનક પગના અંગૂઠાના મૂળ પાસેના સાંધામાં દુખવાની શરૂઆત થતી હોય છે. પુખ્ત વયના પુરુષોમાં આ તકલીફ થવાની શક્યતા વધારે રહે છે. હાઇબ્લડપ્રેશરના દર્દી, દારૂના વ્યસનીઓ તેમજ રજોનિવૃત્ત સ્ત્રીઓમાં એક કરતાં વધુ સાંધાનો દુખાવો થવાની શક્યતા વધારે રહે છે. પગના અંગૂઠા ઉપરાંત, પગનાં નાનાં હાડકાંના સાંધાઓ, ઘૂંટીનો સાંધો, ઘૂંટણનો સાંધો અને હાથની આંગળીઓના નાના સાંધાઓ પણ ઘણા દર્દીઓમાં ગાઉટથી દુખે છે. ઘણા લોકોમાં એક વખત ગાઉટનો અસહ્ય દુખાવો થયા પછી ત્રણ થી દસ દિવસમાં આપોઆપ આ દુઃખાવો મટી જાય છે.
કેટલાક દર્દીમાં સાંધાને બદલે ચામડી પર નાની ગાંઠ (ટોફી) સ્વરૂપે ગાઉટ દેખાય છે. કાન પર આવી ગાંઠ ઘણી વાર જોવા મળે છે. આ ઉપરાંત આંગળીઓ, હથેળી અને પાની પર પણ પીળાશ પડતી ગાંઠ (ટોફી) જોવા મળે છે.
યુરિક એસિડ સિવાય બીજા કોઇ રસાયણના કણ બાઝવાથી “ગાઉટ’ થઇ શકે?
કેલ્શિયમ પાઇરોફોફેટ ડાઇહાઇડ્રેટ નામનું રસાયણ વધી જાય ત્યારે ગાઉટ જેવી જ તકલીફ થાય છે જે “સુડોગાઉટ” તરીકે પણ ઓળખાય છે. આ ઉપરાંત કેલ્શિયમ હાઇડ્રોક્સી એપેટાઇટના કણ બાજવાથી પણ ગાઉટ જેવી તકલીફ થઇ શકે.
જ્યાં સુધી દુખતા સાંધામાં રહેલ પ્રવાહીની લેબોરેટરી તપાસ (પોલરાઇઝીંગ માઇક્રોસ્કોપી) ન કરવામાં આવે ત્યાં સુધી આ દુખાવો ક્યા પ્રકારના રસાયણથી થયો છે એ કહેવું મુશ્કેલ હોય છે.
ગાઉટનું નિદાન પાકું કરવા કઈ લેબોરેટરી તપાસ કરવી?
ગાઉટનું નિદાન પાકું કરવા માટે લોહીમાં યુરિક એસિડની તપાસ ઉપરાંત જે સાંધામાં દુખાવો થતો હોય એ સાંધાના પ્રવાહીની પોલરાઇઝીંગ માઈકોસ્કોપીની તપાસ કરાવવી જોઇએ.
ગાઉટની બીમારી કાયમ માટે મટી શકે?
ગાઉટની બીમારી એ કાયમ માટે થઈ આવતી તકલીફ છે. જ્યારે તકલીફ થાય ત્યારે તત્કાળ રાહત માટે દર્દશામક દવાઓ લેવી પડે છે. આ ઉપરાંત કાયમ ગાઉટને કાબૂમાં રાખવા માટે ખોરાકમાં માંસાહાર, કઠોળ, બીન્સ, ચોકલેટ, મશરૂમ, ચા-કોફી, દારૂ વગેરેનો ત્યાગ કરવો પડે છે. યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડવા માટેની દવા ડોક્ટરની સલાહ મુજબ ક્યારેક લાંબા સમય સુધી ચાલુ રાખવી પડે છે. આ ઉપરાંત, ક્યારેક પેશાબ વાટે વધારાનું યુરિક એસિડ બહાર ફેંકતી દવાઓ પણ ડોક્ટર લખી આપી શકે છે. અલબત્ત, યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડતી દવા (દા.ત. અલ્લોપ્યુરીનોલ) નો વપરાશ સૌથી વધુ થાય છે અને ગાઉટ ભલે સાવ મટી ન જાય પણ ખોરાકની પરેજી અને ડોક્ટરની સલાહ મુજબની દવાઓથી કાબૂમાં તો આવી જ શકે છે.