દરેક મહિલાને રસોઈની રાણી બનાવશે આ કિચન ટિપ્સ ફોટા પર ક્લિક કરી વાંચો અને શેર કરો

દાળ ભાત રાંધતી વખતે દાળ અથવા ટી ભાતમાં ખૂબજ ઊભરો આવતો હોય તો તેમાં ઘી અથવા તેલના થોડા ટીપા નાખવાથી ઉભરો આવતો નથી. તેમજ ભાત બનાવતી વખતે જ અંદર ઘી નાખી દેવાથી સુગંધીત બની જાય છે અને ફાયદો કરે છે. ભાત બનાવતી વખતે તેમાં જો ત્રણ-ચાર ટીપા લીંબુનો રસ કે સરસિયું નાખવામાં આવે તો ભાત છૂટો થશે.

છરીમાંથી લસણ કાંદાની વાસ આવતી હોય તો તે છરીને બે-ત્રણ વાર માટીમાં ખોસવાથી તેમાંથી લસણ ડુંગળીની વાસ દૂર થઇ જાય છે.

સાદા મીઠા કરતાં સિધાનમક લાભદાયી છે. આદુમાં સિંધા નમક સીંધવ-લીંબુ નીચોવી ખાવાથી પાચન શક્તિ સારી થાય છે. ગેસ થતો નથી. આજ કલ ગેસ અને એસિડિટીના ખુબ પેશન્ટ વધી ગયા હોવાથી જો તમે સાદું મીઠું ખાવાના બદલે સિંધાલુણ મીઠું ખાવામાં ઉપયોગ કરશો તો આ ગેસ અને એસીડીટી ની સમસ્યાથી રાહત મળેશે. દાળ બળી ગઇ હોય તો તેમાં કાપેલાં ટામેટા નાખી લવીંગનો વઘાર કરો. આમ તળિયે બેસી ગયેલ દાળ માં બળેલ વાસ નહિ આવે

ફ્રિજમાંથી વાસ દૂર કરવાં ફુદીનો, કાપેલું બટાકું, કાપેલું લીંબુ અથવા ખાવાનો સોડા ખુલ્લો મૂકી રાખો. આમ ફ્રીજમાંથી દુર્ગંધ દૂર થશે

પુરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડો વાટેલો અજમો નાખવાથી પુરી વધારે સ્વાદિષ્ટ બની જાય છે.
કારેલામાં એક ચમચી વાટેલી મેથી નાખી શાક બનાવવાથી તે વધારે સ્વાદિષ્ટ બને છે તથા કડવાશ ઘટે છે.

ભીંડાના શાકમાંથી ચિકાસ દૂર કરવા ,અંતે અને ભીંડાનું શાક કરકરું બનાવવા માટેની ટિપ્સ વાંચો ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં લીંબુનો રસ નાંખવાથી તેમાંથી ચીકાશ દૂર થશે અને શાક કરકરું બનશે.
ભજીયા ને સ્વાદિષ્ટ બનાવવા માટે ભજિયાં માટેના ચણાના લોટનાં ખીરામાં થોડો અજમો નાખવાથી ભજિયા સ્વાદિષ્ટ બનશે.

દૂધી-ચણાનું શાક વઘારતાં પૂર્વે તેલમાં લસણની પાંચ સાત કળી સમારીને તતડાવો. ત્યારબાદ બધો મસાલો નાંખો. શાક ખૂબ સ્વાદિષ્ટ બનશે.

બટાકા અને ટામેટાનું રસાદાર શાક બનાવતી વખતે તેમાં અડધી કે એકાદ ચમચી અથાણાનો મસાલો નાખશો તો શાક અતિ સ્વાદિષ્ટ બનશે. — ફોતરાવાળી મગની દાળમાં હિંગ જીરાનો વઘાર કરતી વખતે તેમાં મીઠા લીમડાના ૧૨-૧૫ પાન નાંખવાથી દાળ સ્વાદિષ્ટ બને છે.

ઢોકળાની થાળી ઉતાર્યા બાદ તરતજ તેના કટકા કરવાથી ચપ્પા ઉપર ચોંટશે એ કટકા વાંકાચૂંકા થશે. થોડીથોડી ઠંડી થાય બાદ કટકા કરવાથી સફાઇદાર કટકા કપાશે. અને ચાકામાં ચોંટશે નહિ

માખણમાંથી ઘી બનાવ્યા બાદ તરતજ તાવડીને ઠંડી પાણીવાળી થાળીમાં મૂકી ઉપર ઢાંકી દેવું. ઘી કણીદાર બનશે. બે-ત્રણ હળદરના કણ નાખવાથી રંગ સરસ બનશે.

ઘી બનાવ્યા પાછળ રહેલ બગરૂ (કી ટુ )માં બાજરીનો લોટ તથા તલ, મસાલો નાખી દહીંથી લોટ બાંધીને વડા બનાવવા. સ્વાદિષ્ટ, પૌષ્ટિક બનશે. [] રોટલીનો લોટ વહેલો બાંધી રાખવાથી તેમાં ગ્લુટીન (પ્રોટિન) ની જાળી ઉત્પન્ન થશે. રોટલી પોચી બનશે.

બિસ્ટીક ભાખરી બનાવવા માટેની ખાસ ટિપ્સ ભાખરી બનાવતી વખતે લોટ તરતજ બાંધવો જેથી તે બિસ્કિટ જેવી બનશે અને ચીકણી નહીં થાય. સોયાબિન એકદમ કઠણ કઠોળ છે. તેને સારી રીતે પલાળવા માટે પાણી ગરમ મુકી ઊકળે એટલે ગેસ બંધ કરી સોયાબિન નાખી ઉપર ઢાંકણ વાસી દેવું. ૪ થી ૫ કલાક બાદ એકદમ સરસ પલળી જશે ત્યારબાદ પ્રેશરકુકરમાં બાફી વાનગી બનાવવી.

દૂધ માંથી વધુ મલાઇ બનાવવા માટે અટલું કરો ફ્રીઝરની તરત નીચેના ખાનામાં દૂધની તપેલી ખુલ્લી રાખી મૂકતા તેમાં મલાઇનો જાડો પોપડો વળે છે. આ મલાઇ એકઠી કરી ધી કે ક્રીમ બનાવાય. !

આ એક વસ્તુ બદામ નાખી દો બદામ ક્યારેય ખોરી થશે નહિ બદામ ખોરી ન થાય તે માટે બરણીમાં થોડી ખાંડના દાણા નાખવા જોઇએ. બદામ લાંબા સમય સુધી ખોરી થશે નહી.

Leave a Comment