ઘર કામ માં મહેનત ઓછી થાય એવી ઘરગથ્થુ ટિપ્સ અજમાવી જુઓ

0

ખૂબ ચીકણા વાસણ સાફ કરવા નો દરેક મહિલાઓને ખૂબ કંટાળો આવે છે જો ચીકણા વાસણો ઝડપથી અને ઓછી મહેનતે સાફ થઈ જાય તો દરેક મહિલાઓને ખૂબ કામ ઓછું થઈ જાય છેચીકણાં વાસણોને દવા પરનાં એલ્યુમિનિયમ ફોઈલથી સાફ કરવામાં આવે તો તે જલદી સાફ થઈ જશે. વળી તેનાથી વાસણો પર ઘસરકાં પણ નહીં પડે

સાબુની ગોટી વધારે સમય સુધી ટકાવી રાખવા માટે આટલું કરો ઘણી વખત સાબુ વાપરવા કાઢી એટલે પાણીમાં પલડીને ઝડપથી પૂરો થઈ જાય છે એક મોટાં ડિટર્જન્ટ સાબુને ચાર નાનાં ટુકડામાં કાપી, એક પછી એક ટુકડો વાપરવામાં આવે તો સાબુનો બગાડ નહીં થાય અને તે લાંબા સમય સુધી ચાલશે.

કપડા પર પડેલા મશીનના ઓઇલના ડાઘ દૂર કરવા માટે કપડાં પર પડેલા મશીનના તેલના ડાઘ કાઢવા તેના પર નવસારના પાણીમાં ભીંજવેલું કપડું ઘસવું અને પછી તે કપડું સાબુથી ધોઈ નાંખવું.

કપડામાં થયેલ આરસ પહાણના ડાઘ દૂર કરવા માટે લીંબુનો રસ અને મીઠું અડધો કલાક તેની પર ચોપડી રાખી, પછી સારી પેઠે ઘસીને ધોઈ નાંખવું.

આપણે કોઈ પ્રસંગમાં ગયા હોય અને કપડા પર ચા કે કોફી ઢોળાય એટલે ચા ના ડાઘ થઈ જાય છે આ દાગ જો ત્યારે જ પાણીથી ધોઈ નાખવામાં આવે તો નીકળી જાય છે પરંતુ ઘણી વખત એવું બને છે કે ચા કે કોફી ના ડાઘ સુકાય જાય છે અને તે કાઢવા ખૂબ મુશ્કેલ પડી જાય છે તો ચા કે કોફીનો ડાઘ સૂકાઈ ગયો હોય તો તે કપડું પાણીમાં પલાળી તેમાં ટંકણખાર નાખવો પછી ડાઘ ઉપર ગરમ પાણી રેડવાથી ડાઘ નીકળી જશે.-

રેશમી કાપડની ચકાટ ચોખા કરવા માટે ની ટીપ્સ રેશમી કપડાંને ડેટ અને સનલાઈટ સાબુથી ધોયા પછી છેલ્લે તારવતી વખતે સ્પિરીટના બે ટીપાં પાણીમાં નાંખી તારવવાથી કપડાં એકદમ ચોખ્ખા થઈ જશે.-

કપડા પર થયેલા પરસેવાના ડાઘ દૂર કરવા માટે કપડાં પર પરસેવાના ડાઘ પડયા હોય તો કપડું ઠંડા પાણીમાં બોળી રાખી તેના પર લીંબુ ઘસવાથી ડાઘ જતા રહેશે.

ચાંદીના વાસણોને સાફ કરવા માટે ચાંદીના વાસણો ઉપર કપૂર ઘસવાથી તે ચકચકીત થઈ જશે.

જો તમે સફેદ કપડા માં ગડી કરતા હોય અને ગળી કર્યા પછી કપડામાં ગળી એક સરખી ન લાગતી હોય તો ધોયેલા કપડાંને ગળી કરતાં પહેલાં પાણીમાં મીઠું નાંખવાથી કપડામાં ગળી એક સરખી લાગશે.

સૂરણ, કાચાં કેળાં, ફણસ વગેરે સમારતી વખતે હથેળી ઉપર તેલ લગાડી લેવું. તેનાથી ખજૂરી નહિ લાગે અને ખણ નહિ આવે.

ખમણેલા ટોપરાને તડકે તપાવી હવાચુસ્ત બરણીમાં ભરી લેવાથી લાંબો સમય બગડશે નહિ કે ખોરું નહિ થાય.

લીલા મરચાંને લાંબો સમય જાળવી રાખવા તેના ડીંટા કાઢીને હવાચુસ્ત ડબામાં ભરી લેવા.

ગલગોટાને વાટીને તેનો રસ કાઢી તેમાં મીઠું ભેળવી નવશેકું ગરમ કરીને કાનમાં નાખવાથી કાનનો દુઃખાવો મટશે.

લીલા ઘાસ પર ખુલ્લા પગે ફરવાથી આંખને ઠંડક મળે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here