ચાલો હવે શરીર સાચવીએ કોઈપણ રોગ તમારી પાસે આવતા ડરશે

ચાલો હવે શરીર સાચવીએ

પ્રથમ તો નવા જમાનાની આદતોને બદલી જૂના રિતરીવાજોને અપનાવી ફરી તંદુરસ્ત બની નવો સમાજ, તંદુરસ્ત સમાજ તથા ફૂલગુલાબી નવી જનરેશનનો પાયો નાખી એવી તંદુરસ્તીય કેળવીયે કે વિદેશીઓને પણ આપણું અનુકરણ કરવું પડે.

(૧) ટૂથ પેસ્ટને વિદાય આપી સવારે તથા રાત્રે સૂતી વખતે હળદર, મીઠું, તજ, લવિંગ, એલચી યુક્ત મિક્ષ પાવડર બનાવી હાથેથી દાંત ઘસીયે. દાંતમાં કોઈ કીટાણું, જમ્સ, સડો રહેવાની કોઈ શક્યતા નથી રહેતી અને કોલગેટ કરવાથી કોઈ સડો- કીટાણું વગેરે દૂર થયા હોય તેઓ રેકોર્ડ નથી. રોગો આવી ગયા તેનો મતલબ કે દાંતમાં સડો છે અને રોગને દૂર કરવા કોલગેટનાં માધ્યમથી સડો દૂર કરવા સલામતી માનીયે છીએ, તે ફક્ત વહેમ જ છે.

(૨) સુગંધી સાબુથી નહાઇને શરીર કોમળ રાખવાનું એક ફેશન છે, એવો કોઈપણ રેકોર્ડ નથી કે સાબુથી શરીરમાં ચમક આવી ગઈ અથવા ગોરાપણું આવી ગયું, તદ્દન વિદેશીકરણ છે. મોંઘા સાબુ વાપરવા છતાં ચામડીના રોગો, ખંજવાળ ખરજવું, વાળ ખરી જવા વગેરે કેમ થાય છે ? નહાવા માટે હુંફાળું પાણી જ ઉત્તમ છે અને ચામડીને કોમળ તથા તંદુરસ્ત બનાવવી હોય તો ચણાનો લોટ અથવા રાખથી નહાઇ લેવું (મેં ૧૫ વર્ષથી સાબુથી નહાવાનું બંધ કર્યું છે અને કોઇ ચામડીનો રોગ કે ખંજવાળ નથી થઈ. શરીર સુંવાળુ છે અને શરીરનો લ૨ પણ ગોરો થતો જાય છે.)

(૩) ચાઃ હોટલની ચા, કડક+મીઠીના સ્વાદ સાથે જાણે અજાણે આંતરડાં ઘસાતા જાય છે અને ઓચિંતા રોગોની શરૂઆત થઈ જાય છે. ચા એક અદ્ભુત દવા છે, પણ તેની રીતે મુજબ બનાવાય તો… પાણી તથા દૂધને ઉકાળી ઉતા૨ી લઈ પછી ચા તથા ખાંડ નાખી ૫ મિનિટ સુધી ઢાંકી રાખવું, ત્યાર બાદ ગાળીને પીવો. આ થઈ સર્વિસ ટી અને તે પીવાથી જઠર અતિ મજબૂત થશે. જ્યાં કોઈપણ રોગ નજીક આવી ન શકે. (આયુર્વેદમાં ખાંડ તથા ચાને ઉકાળવાની નથી) આંતરડાને લગતા રોગ, કબજિયાતવાળા, ગેસવાળાને આ પ્રયોગ કરવા જેવો છે.

(૪) એસીડીટી એક સામાન્ય શબ્દ છે, પણ તે વધુ સમય સુધી શરીરમાં રહે તો ડાયાબિટીસને તુરંત જ નજીક બોલાવી લેશે. જેને હજી સુધી ડાયાબિટીસ દેખાયો નથી તેઓએ એક પતાસા સાથે એક ચમચી માખણ મેળવી રાતે સૂતી વખતે તથા સવારે નરણે ૧ મહિનો ટ્રાયલ પ્રયોગ કરવાથી એસીડીટી, ગેસ, આંતરડાંની નબળાઈઓ, સાંધાનાં દુઃખાવા, નાના વાયરસ વગેરેમાં અભૂતપૂર્વ રાહત મળશે. (દરરોજ ૨ વાર આ પ્રયોગ કરવાથી શરીરમાં ૨ બાટલા શુદ્ધ ગ્લુકોસ આપોઆપ મળવા લાગશે, જે બહાર કોઈ મેડિકલમાં નહીં મળે.)

(૫) ખાંડ: ૪૦ વર્ષની ઉંમર બાદ ખાંડની મીઠાઈઓ બંધ કરી ફરી જૂના જમાના મુજબ ગોળની વાનગીઓ શરૂ કરીએ, લાડવા, ગોળ પાપડી, લાપસી, પૂરણપૂરી વગેરે ખાવાનું શરૂ કરીયે. ખાવાનો આનંદ પણ આવશે અને કોઈપણ ઉંમરમાં આંતરડાં મજબૂત થવા માંડશે. હેમોગ્લોબીનના ટકા વધશે, સાંધાના દુઃખાવા વગેરેમાં ફાયદો થશે. અને જીવન જીવવાનો પૂરો આનંદ મળશે.

ખેતસી વી. મેઠીયા – વેરાવળ

Leave a Comment