મહિલાને રસોડામાં કામની સ્માર્ટ ટિપ્સ જરૂર વાંચો અને શેર કરો

દાંતમાં થતાં દર્દ થી રાહત મેળવવાં ઘરે આ ઉપાય જરૂર અજમાવી જુઓ અશોક વૃક્ષનાં પાંદડાં ઉકાળીને તે પાણી ઠંડું પડે એટલે કોગળા કરવાથી દાંતનું દર્દ મટે છે.

જો તમે ઘરે આઈસ્ક્રીમ બનાવો છો તો આઈસ્ક્રીમ બજાર જેવો બનાવવા માટે સ્વાદિષ્ટ કસ્ટર્ડ બનાવવા માટે ખાંડ સાથે એક-બે ચમચી મધ અને ફીણેલી તાજી મલાઈ નાંખો.

રસોડાના સિંકમાં જામેલા સફેદ રંગને સાફ કરવા માટે, અડધા કપ પાણીમાં 34 ચમચી વિનેગર મિક્સ કરો, તેને સિંક પર લગાવો અને થોડીવાર માટે છોડી દો, પછી તેને સૂકા કપડાથી લૂછી લો. આવો અને જુઓ કે તમારું સિંક નવા જેટલું સારું છે

જો છરીની તીક્ષ્ણતા ઓછી થઈ ગઈ હોય અને છરી બરાબર કામ ન કરતી હોય તો ઘરમાં હાજર સિરામિક કપના પાછળના ભાગનો ઉપયોગ કરો. તેના પર છરી ઘસો. આમ કરવાથી તમારી છરી ફરી તીક્ષ્ણ થઈ જશે

અરીસો ચમકાવવા માટે ચપટી ગળીને એક કપ પાણીમાં ઓગાળી એનાથી અરીસો ધોવાથી અરીસો ચમકી ઊઠશે.-

સુટકેસ ગોઠવતી વખતે કપડાં ક્રોસમાં વાળો. એમ કરવાથી કરચલી પડશે તો પણ એક વાર કપડાં ખોલીને હેંગર ઉપર લટકાવવાથી તરત જ નીકળી જશે.

ખૂબ જ અણગમતા અને ગંદા સ્વાદવાળી દવા લેતાં પહેલાં અને લીધાં પછી બરફનો એક ટુકડો ચુસી જવો જેનાથી દવાના સ્વાદની કંઈ ખબર જ નહીં પડે.

મશરૂમ તળતી વખતે સંકોચાઈને કોકડું ના થઈ જાય માટે પહેલાં એના ઉપર ઉકળતું પાણી રેડી દો.

વાસણનું તળિયું બળી ગયું હોય તો સોડા બાયકાર્બમાં સહેજ પાણી ઉમેરી મિક્સ કરી તળિયે લેપ કરી દો અને આખી રાત રહેવા દો. સવારે બળેલાના પડ તરત ઉખડી જશે.

જો તમને દર વખતે ખરીદી માટે લાંબુ લચ લીસ્ટ બનાવવાનો કંટાળો આવતો હોય તો એક વખત તમારે ખરીદવાની થતી તમામ વસ્તુઓની યાદી તૈયાર કરીને તેની ઝેરોક્ષ કઢાવી રાખો. પછી દર વખતે તમારે જે જે વસ્તુ ખરીદવી હોય તેની સામે ટીક જ કરવાની રહેશે.

જો તમારાં નાનાં બાળકે પેન અથવા પેસ્ટલ ચોકથી લીટા પાડીને દીવાલબગાડી હોય તો નવેસરથી ધોળાવવા રંગાવવાની જરૂર નથી. એને બદલે નીચેની અડધી દીવાલો કોન્ટ્રાસ કલરના પેઈન્ટથી બોર્ડર આપીને રંગાવી નાંખો. એનાથી સસ્તામાં કામ પતશે. થોડો ઘેરો રંગ પસંદ કરશો તો ઘણા બધા નવા લીટા એમાં ભળી જશે.-

જો તમારું શર્ટ ઘણું જૂનું થઈ ગયું હોય અને પહેરી શકાય એવું ન હોય તો બાંયો કાપીને નાની કરી નાંખો. જ્યારે તમારા બાળકો રંગકામ કરવા બેસે ત્યારે પેઈન્ટીંગ એપ્રન તરીકે એમને પહેરાવો.

વાસણનું તળિયું બળી ગયું હોય તો | રસોડાના સિંકમાં જામેલા સફેદ ક્ષારને સાફ કરવા માટે | છરીની ધાર વધારવા માટે | દીવાલ પરથી પેન કે ચોકના ડાઘ દૂર કરવા માટે

Leave a Comment