13 કિચન ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ

0

(1). શાકને રસાવાળું બનાવવા વઘાર કરી પાણી નાખવાને બદલે તમે જે ડીશ ઢાંકો છો તેમાં પાણી નાખો અને તે પાણી ગરમ થાય પછી એ પાણી શાકમાં નાખો , તેનાથી શાક રસાવાળું તેમજ ઓછા તેલમાં વઘાર્યા છતા તેલ દેખાશે અને કાચું પણ નહી રહે .(2). લીલી ચટણી બનાવતી વખતે તેમાં પાણીનાં બદલે બરફ નાખશો તો તેનો કલર લીલો રહશે બદલાશે નહી . »

(3). દાળ બાફતી વખતે તેમાં ઘી કે તેલ નાખવાથી દાળ ઉભરાશે નહી . » (4) ખાંડની ચાસણી બનાવતી વખતે કડાઈમાં પહેલાં માખણ ચોપડશો તો ચાશણી સારી બનશે . » (5) મીઠાં બિસ્કિટના ડબામાં ૧ ચમચી ખાંડ નાખવાથી બિસ્કિટ લાંબા સમય સુધી કડક અને તાજા રહે છે

(6) સોજીનો હલવો બનાવતા સમયે તેમાં એક ચમચો બેસનનો લોટ ( ચણાનો લોટ ) મિક્સ કરવાથી હલવો જલ્દી બને છે સાથે તેનો રંગ અને સ્વાદ વધુ સારા બને છે . (7) ફ્રેંચફ્રાઈજ બનાવતા સમયે પહેલાં તેને ઉકાળી લો પછી તેલમાં તળો આમ કરવાથી તેલ હાથમાં ને ખાવામાં ઓછુ આવશે .

(8) પરાઠાને માખણમાં શેકવાથી વધુ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે . (9) પૂરીને તળતાં પહેલાં ૧૦-૧૫ મિનિટ ફ્રીજમાં રાખવાથી તે ઓછા તેલમાં સારી ફુલે છે અને તેને કરકરી ( ક્રિસ્પી ) બનાવવા લોટ બાંધતા સમયે થોડી સોજી ઉમેરો .

(10) બટાકાના શાકમાં રસાને વધુ રસદાર બનાવવા માટે તેમાં ઘઉંનો અથવા બેસનનો લોટ ( ચણાનો લોટ ) નાખવાથી શાક વધુ રસદાર બને છે (11). કઢી સ્વાદિષ્ટ બનાવવા માટે તેને બરોબર રીતે ઉકાળવી જોઈએ . ઊકળ્યા બાદ પણ કઢીને થોડો સમય ધીમા ગેસ પર ઊકળવા દેવાથી તેનો સ્વાદ વધી જાય છે .

(12) ભીંડાને વધુ સમય ફ્રેશ રાખવા માટે તેમાં થોડું સરસવનું તેલ છાંટવું જોઈએ (13). નુડલ્સને બાફતા સમયે તેમાં થોડું મીઠું અને તેલ નાંખવું જોઈએ પછી ઠંડા પાણીમાં ધોવાથી નુડલ્સ એકબીજાને ચોંટસે નહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here