ઘરે બેઠા ફ્રીમાં શીખો આખું વર્ષ નીરોગી રહેવા ખોલો દાદીમાની ઔષધ પેટી પહેલાના જમાનામાં આપણા દાદીમાં આ અક્સીર ઈલાજથી સારવાર કરતા

0

ઘરે બેઠા ફ્રીમાં શીખો આખું વર્ષ નીરોગી રહેવા ખોલો દાદીમાની ઔષધ પેટી પહેલાના જમાનામાં આપણા દાદીમાં આ અક્સીર ઈલાજથી સારવાર કરતા

દાદીમાનો ડાબલો એટલે દાદીમાની ઔષધ પેટી દાદીમાની ઔષધ પેટીમાં બધા ઘરે બેઠા અનેક્રોગોના ઉપચાર ભરેલા હોય છે જે તમને મફતમાં સારવાર કરવામાં મદદરૂપ થાય છે

બાળકો ઉંધમાં પેશાબ કરી લેતા હોય તો બંધ કરવા માટે બાળકોને તલ ખવડાવવાથી બાળકો રાત્રે ઊંઘમાં પેશાબ કરતાં હોય તો અટકે છે અને શરીર પુષ્ટ બને છે.

એક પાકા લીંબુના રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું (મેદસ્વીપણું) મટે છે. આ ઉપરાંત પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ, વીસ તોલા સહેજ ગરમપાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી પણ એક-બે મહિનામાં જાડાપણું મટે છે.

તડકામાં લુ લાગી ગય હોય તો લૂ લાગી હોય તો કાચી કેરીને પાણીમાં ઉકાળી સાકર મેળવી શરબત બનાવી પીવાથી આરામ થાય છે.

લીમડાનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. હળદળ એક ચમચી અને આમળાંનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

સારી ઉંધ આવે એ માટે દાદીમાના અકસીર ઈલાજ 2 થી 3 ગ્રામ ખસખસ વાટીને સાકર અને મધ સાથે અથવા સાકર અને ઘી સાથે સૂતી વખતે લેવાથી સરસ ઊંઘ આવે છે.

મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે. સૂંઠ, તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી પણ શરદી, સળેખમ મટે છે.

રોજ ગાજરનો રસ પીવાથી દમનો રોગ જળમૂળમાંથી મટે છે. બે ચમચી આદુનો રસ મધ સાથે લેવાથી દમમાં રાહત થાય છે. હળદળ અને સૂંઠનું ચૂર્ણ મધ સાથે લેવાથી શ્વાસ મટે છે.

વાળ બહુ જ ખરે છે બધા ઉપાય કરી લીધા હોય તો કંટાળીને આ ઉપાય જરૂર કરજો વાળ ખરતાં હોય તો દિવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી વાળ ખરશે નહિં. ગરમ પાણીમાં આમળાંનો ભૂકો નાંખી ઉકાળીએ પાણીથી વાળ ધોવામાં આવે તો વાળ સુંદર અને ચમકદાર બને છે.

1 થી 2 ગ્રામ જેટલો ખાવાનો સોડા ઘાણાજીરાંનાં ચૂર્ણમાં અથવા સૂદર્શન ચૂર્ણમાં મેળવી લેવાથી એસિડિટી મટે છે. તુલસીનાં પાન દહીં કે છાશ સાથે લેવાથી એસિડિટી મટે છે.

લસણની કળી તેલમાં કકડાવીને ખાવાથી અથવા લસણની ચટણી બનાવીને ખાવાથી અરુચિ અને મંદાગ્નિ મટે છે. રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી અજીર્ણ મટે છે. ભૂખ ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો દિવસમાં બે વાર અર્ધી ચમચી અજમો ચાવીને ખાવાથી ભૂખ ઉઘડશે.

બાળકો ઉંધમાં પેશાબ કરી લેતા હોય તો બંધ કરવા માટે | તડકામાં લુ લાગી ગય હોય તો | વાળ બહુ જ ખરે છે બધા ઉપાય કરી લીધા હોય તો કંટાળીને આ ઉપાય જરૂર કરજો | ભૂખ ન લાગતી હોય કે ભૂખ મરી ગઈ હોય તો | શ્વાસ ચડવો, દમનો રોગ, ડાયાબીટીસ હોવી , એસીડીટી જેવા અનેક રોગોનો ઈલાજ છે દાદીમાની ઔષધ પેટીમાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here