ઉપયોગમાં આવે તેવી ૭ મહત્વની ટીપ્સ

0

કાપેલા સફરજન થોડીકવાર રાખવાથી કાળા પડી જતા હોય છે પરંતુ કાપેલા સફરજન કાળા ન પડે એ માટે કાપેલા સફરજનમાં લીંબુના થોડા ટીંપા નાખવાથી કાપેલા સફરજનના ઉપરનો ભાગ કાળો નહી થાય અને તાજું રહેશે. બીજી ટીપ્સ છે કરમાય ગયેલ કોથમીરને કલાકમાં તાજી કરવા માટે કોથમીરની જુડી કરમાઈ ગઈ હોય તો કોથમીરની દાંડી તરફથી હુંફાળું ગરમ પાણી કરી તેમાં કોથમીર ભીંજવવાથી કોથમીર કલાકમાં તાજી થઈ જશે.

રોટલી કુણી અને સ્વાદિષ્ટ બનાવવા માટે રોટ બાંધતા સમયે પાણીમાં થોડું દૂધ મિક્સ કરીને લોટ બનાવવાથી રોટલી વધારે સ્વાદિષ્ટ અને રોટલી એકદમ સોફ્ટ બને છે. આ ટીપ્સ અજમાવવાથી રોટલી સોફ્ટ બનશે. તમારા ઘરમાં વારંવાર કીળીઓ ઉભરાય છે અને ખાંડના ડબ્બામાં ચડી જાય છે તો શું કરશો ખાંના ડબ્બામાં કીળીઓ ન ચડે એ માટે…તમારી આ સમસ્યાનો ઉકેલ છે ખાંડના ડબ્બામાં છ-સાત લવિંગ મૂકી રાખવાથી ખાંડના ડબ્બામાં કીડીઓ નહી ચડે. અને તમારા રસોડામાં ખાંડનો ડબ્બો સુરક્ષિત રહેશે. અને તમારે મોતી સમસ્યા ઉકેલાય જશે.

બીજી ટીપ્સ છે લીલા મરચાને કેવી રીતે લાંબા સમય સુધી સ્ટોર કરવા જો લીલા મરચાને સ્ટોર કરતા પહેલા તેનો આગળ નો દંડી વાળો ભાગ કટ કરીને પછી મરચાને સ્ટોર કરવામાં આવે તો લીલા મરચા લાંબો સમય સુધી સ્ટોર કરી શકાય છે. અને લીલા મરચા બગળતા નથી અને લાંબા સમય સુધી તાજા રહે છે. ક્યારેક એવી ખાસ જરૂરિયાત પડે કે તમારા ઘરમાં બરફ ન હોય તો શું કરશો બરફને તાત્કાલિક જમાવવા માટે આ tips અપનાવો બરફ ઝડપથી જામી જશે ફ્રીઝરમાં ફટાફટ બરફ જમાવવો હોય તો, પાણીને થોડું હુંફાળું ગરમ કરો અને પછી બરફને ફ્રીજરમાં જમાવવા માટે મુકો આમ કરવાથી બરફ ઝડપથી જામે છે. અને તમારી તાત્કાલિત બરફની જરૂરિયાત પૂરી થાય છે

જો ગ્રેવીવાળા શાકમાં મીઠું વધારે પડી જાય અને શાક વધારે ખરું થઇ જાય તો, બાંધેલા લોટનો એક લુવો નાખી દો. આમ કરવાથી અહીં લોટનો લુવો શાકમાં વધારાની ખારાશ શોષી લેશે.અને સર્વ કરતાં પહેલા લોટનો લુવો નીકાળી લો… શાક અથવા સૂપમાં મીઠું વધારે પડી ગયું હોય તો , બટેટાને છાલ કાઢીને તેમાં નાખી દો , સર્વ કરતાં પહેલા છાલ નીકાળી લો . આમ કરવાથી શાક અથવા સૂપની વધારાની ખારાશ બટેટું શોષી લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here