તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે ઉપાય અને લિવરમાં ખરાબીના લક્ષણો જાણો

0

લિવરને હેલ્દી રાખવા માટે ઉપયોગી છે ટિપ્સ ૧. રાતે સૂતાં પહેલા દૂધમાં હળદર નાખીને પીવું , કારણકે હળદર ઇમ્યુનિટી બૂસ્ટર હોય છે અને આ હેપેટાઇટિસ બી તેમજ સી ને કારણે થતાં વાયરસને વધતાં અટકાવે છે . આ સિવાય ડાયાબિટીસ , ફેટી લિવર , ઇસ્યુલિન અને મોટાપા જેવી બીમારીઓથી તમારી મદદ કરી છે . ૨. એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ વીનેગર તેમજ મધ નાખી દિવસમાં બેથી ત્રણ વાર પીવું . આ શરીરમાં રહેલા ટોક્સિન બહાર કાઢવામાં મદદ કરે છે તેમજ લિવરને હેલ્થી રાખે છે .૩. આમળા વિટામીન સીનો સૌથી મોટો સ્ત્રોત ગણાય છે આ લિવરને કાર્યરત રાખવામાં મદદ કરે છે . હેલ્થી લિવર માટે દિવસમાં ૪-૫ આમળા ખાવાં જ જોઇએ. ૪. પપૈયું પેટ સાથે જોડાયેલા બધાં રોગો માટે એક રામબાણ ઔષધિ છે , દરરોજ બે ચમચી પપૈયાંના રસમાં એક ચમચી લીંબુનું રસ મિકસ કરી પીવું , તેનાથી પેટ સાથે જોડાયેલી બધી જ તકલીફો દૂર થઈ જાય છે . ખાસ તો આ લિવર સિરોસિસમાં ખૂબ જ ફાયદાકારક છે . ૫. પાલક અને ગાજરના રસનું મિશ્રણ લિવર સિરોસિર માટે લાભ દાયક છે .

આયુર્વેદિક ઉપાય જો તમારે તમારું લિવર સ્વસ્થ રાખવું હોય તો આપણા શરીરમાં લિવર એ સૌથી મહત્વનું અંગ જે આપણાં ડાઇજેશનમાં મહત્વની ભૂમિકા ભજવે છે . લીવર આપણાં શરીર માટે કેટલાય મહત્વના કાર્યો કરે છે . જેમ કે , શરીરમાં રહેલા ટોકિસન બહાર કાઢવાનું કામ લિવર કરે છે . તેથી જ આપણે લિવરને હેલ્થી રાખવાના શક્ય એવા પ્રયત્નો કરવા જોઇએ . આજકાલ લગભગ દરેક મહિલાને પેટથી જોડાયેલી તકલીફો હોય જ છે , શું તમે જાણો છો કે તમારી મુશ્કેલી લિવરમાં ચમેલ ગરબડને કારણે વધી શકે છે . આજકાલ મહિલાઓ પોતાના ડાએટ પર ખાસ ધ્યાન આપી શકતી નથી , જેના કારણે લિવર જલ્દી ખરાબ થઈ જાય છે અથવા લિવર સાથે સંકળાયેલી બીજી તકલીફો જેમ કે ફેટી લિવર , સોજો અને લિવરમાં ઇન્વેશન વગેરે થઈ શકે છે . જો તમે જમેલા ખોરાકનું પણ યોગ્ય રીતે પાચન નથી થતું કે પેટમાં કોઇ તકલીફ છે તો તમારે સમજી જવું જોઈએ કે લિવરની ખરાબીના લક્ષણો છે , અને આ તરફ બેધ્યાનપણું ઘાતક પુરવાર થઇ શકે છે . મોટાભાગે લિવરની ખરાબી વધુ તેલ અને મસાલાવાળો ખોરાક અને વધુ બહારનું ખોરાક લેવાથી કે દારુના સેવનને કારણે થાય છે ,

લિવરમાં ખરાબીના લક્ષણો : લિવરમાં ખરાબીના અનેક લક્ષણ હોઈ શકે છે જેમ કે – મોઢાંમાંથી ગંધ આવવી , આંખની નીચે કાળાં ડાઘા પડી જવા , પેટમાં સતત દુઃખાવો રહેવો , ખોરાકનું યોગ્ય પાચન ન થવું ચામડી પર સફેદ ડાઘા પડવા , યુરીનનો ઘેરો રંગ , લિવરની ખરાબીના અન્ય લક્ષણો પણ હોઈ શકે છે જે ટેસ્ટ કર્યા પછી જ ખ્યાલ આવે છે . જો લિવરમાં ખરાબી હોય અથવા તેના પર ફેટ જમા હોય તો એવામાં પાણી પણ પચતું નથી , અને ચામડી પર સફેદ ડાઘા પડવા લાગે છે જેને લિવર સ્પોટ પણ કહેવાય છે . જો લિવર યોગ્ય રીતે કામ ન કરતું હોય તો મોઢામાંથી ગંધ આવવા લાગે છે , આંખની નીચે કાળાં ડાઘા થવા લાગે છે જેનાથી તમારા આરોગ્યની અણસાર આવી જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here