વરાળીયુ શાક બનાવવા માટેની રીત અને આખા લસણના ગાઠીયાનું શાક

વરાળીયુ શાકની ચટણી બનાવવા માટે: ફોદીનો ૫૦, આદુ ૫૦, કોથમરી-૨૦૦ ગ્રામ, લીલી હળદર અને આંબા હળદર ૫૦, ૩ લીબુંનો રસ, લીલું લસણ ૫૦, સૂકું લસણ ૨૫, ગોળ ૧૦૦, શીગદાણા ૧૦૦, લીલા મરચાં ૧૦૦, લાલ(સૂકા નહી,લીલા) મરચાં ૧૦૦,

આ બધી સામગ્રીને ભેગી કરવી અને ખાંડણીમાં નાખી વાટીને ચટણી બનાવવી. આ ચટણી મિક્સરમાં પણ બનાવી શકો છો. ખાંળણીમાં વાટીને બનાવેલી ચટણીનો સ્વાદ સારો હોય છે બને તો મિક્સર ઉપયોગ ન કરવો જોઈએ. આ ચટણીના લીધે જ વરાળીયા શાકમાં ટેસ્ટ સારો આવશે બાકીની ચટણી જમવામાં પણ લઈ શકાશે. તમારા ટેસ્ટ પ્રમાણે મસાલામાં વધઘટ કરી શકો છો ગળપણ માટે દેશી ગોળ લેવો.

વરાળીયા માટે જરૂરી સામગ્રી: અડદની દાળ ૨૫૦ગ્રામ આ દાળનો ઉપયોગ શાકને ઘાટુ બનાવવામાં મદદ કરે છે. અડદની દાળને બે થી ત્રણ કલાક સુધી પલાળવી. દાણા : લીલાચણા ૧૫૦, લીલાવટાણા ૨૦૦, લીલીતુવેર ૨૦૦, લીલાવાલ ૧૦૦, ચોળાના બી ૧૦૦. બધાં જ પ્રકારના કંદ : બટેટા ૪ નંગ, ગાજર ૧૫૦, સૂરણ ૧૦૦, બીટ ૧ મોટું, શક્કરીયા ૧૦૦, બધા જ કંદને છાલ ઉતારી લઈ એકસરખી સાઈઝમાં સમારી લેવા. શીગમાં : ચોળી ૧૦૦, ગુવાર ૧૦૦, વાલોડ ૧૦૦, પાપડી ૧૦૦, એક સરખું સમારેલું. પતેદાર શાક : કોબી ૧૫૦, ફ્લાવર ૧૦૦. શાકમાં : નાના ગુલાબી રીગણા ૧૫૦, ટીડોળા ૧૦૦, દુધી ૧૦૦, ગલકા ૧૦૦, તુરીયા ૧૦૦, એક સરખું સમારી લેવું. લીલો મસાલો : કોથમરી ૧૦૦, લીલું લસણ ૧૫૦, લીલી ડુંગરી ૧૫૦, સૂકી ડુંગરી ૧૫૦. બધું જીણું સમારી લેવું. ઉપરાંત દેશી ટમેટાં ૨૦૦ગ્રામ. જીણા સમારેલા. ભાજી : પાલક ૧૦૦, તાજીયાની ભાજી ૧૦૦, મેથીની ભાજી ૧૦૦, બધી જ ભાજીને સમારી લેવી. આમાથી અમુક શાક ન હોય તો ચલાવી લેવું

વરાળીયુ શાક બનાવવા માટેની રીત : આ શાક તમે ચૂલ્હા પર બનાવશો તો તેનો ટેસ્ટ વધુ આવશે સૌ પ્રથમ બે બે ઈટોના ત્રણ મૂકી મંગાડો કરવો મંગારો ન કરવો હોય તો ચુલ્હો પણ ચાલે કે જેના પર તપેલું મૂકી શકાય. ચૂલ્હા પર પર જાડું તપેલું મૂકવું તેમાં આશરે પાંચ લીટર પાણી ગરમ કરવા મુકવું. આ પાણી ગરમ થાય ત્યારે તેમાં પલાળેલી અડદની દાળ ઓરવી ૧૦ મિનીટ જેવું થાય એટલે એક ઝારાની મદદથી પાણીની ઉપર આવેલી દાળની આછને બહાર કાઢી લેવી. એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે વરાળીયામાં પાણી શરૂવાતમાં લીધું તે જ પાણી રાખવાનું છે પછીથી તેમાં જરા પણ પાણી ઉમેરવું નહી, નહિતર તેના સ્વાદમાં અસલી ટેસ્ટ નહી આવે. થોડું વધારે પાણી હશે તો થોડું વધારે સમય ઉકાળીને ઘાટુ કરી શકાશે. તપેલા પર કિનારી વાળું પાણી ભરી શકાય તેવું છીબુ ઢાંકી રાખવું. આમ છીબા પર પાણી નાખવાથી પોતાની જ વરાળથી શાક પાકશે.

ત્યારબાદ ગરમ પાણીના તપેલામાં સૌ પ્રથમ બધાં જ પ્રકારના કંદ ઉમેરવા. આ બધાં કંદમૂળને ચઢવામાં વધારે સમય લાગતો હોવાથી તે સૌથી પહેલાં ઉમેરવામાં આવે છે. પંદર મિનીટ ચઢવા દઈ પછી તેમાં શીગ ના શાકો ઉમેરવા. વચ્ચે વચ્ચે તપેલાનું ઢાકંણ ખોલી શાકને મોટા હાથાવાળા તાવીથાની મદદથી હલાવતા રહેવા. પાણી ઉમેરવાનું નથી. શીગો ચઢવા આવે ત્યારે તેમાં બધા દાણા ઉમેરવા. બીજી પંદરેક મિનીટ રહીને તેમાં દળવાળા શાકો ઉમેરવા. વરાળીયાને તાવિયાની મદદથી હલાવતા રહેવું. હવે તેમાં કોબી અને ફ્લાવર ઉમેરવા. તે ચઢવા આવે એટલે તેમાં ભાજીઓ ઉમેરવી. સાથે જ લીલા મસાલાની તમામ સામગ્રી પણ ઉમેરી દઈ શકાય. વરાળનો મહતમ વપરાશ થઈ રહે તે માટે તપેલા પરના ઢાકણમાં જરૂર પ્રમાણે પાણી પણ ઉમેરતાં જવું અને વરાળીયાને તાવીયા વડે હલાવતા રહેવું કે જેથી તે તળીયે બેસી ન જાય. રસોઈ બનાવતા સમયે બળતણનો તાપ મધ્યમ રહે તેનું ખાસ દયાન રાખવું. તાપ બહુ વધારે હશે તો શાક બેસવા માંડશે અને સાવ ધીમો હશે તો બનતા વધારે સમય લાગશે. ભાજી વગેરે આશરે દસેક મિનીટ ચઢવા આવે ત્યારે છેલ્લે તેમાં ટમેટાં ઉમેરી મીઠું નાખવું. ટમેટા નાખતાં બીજા શાકો ચઢવાના બંધ થઈ જાય છે માટે તે છેલ્લે ઉમેરવા. તેમાં સ્વાદકારક ચટણી ઉમેરવી. ચટણીનું પ્રમાણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકાય. સાથે નમક ઉમેરી દો. આશરે દસેક મિનીટમાં બધાં જ શાકો બરાબર ચઢી જશે. તેયાર છે આપનું વરાળીયું શાક. આ શ્હક બિલકુલ તેલ વગે બનાવવામાં આવે છે આ શાક વાળીએ ખાવાની મજા અલગ જ હોય છે

૧૦ નંગ લસણ, ૪. ટામેટાં ની ગ્રેવી, ૪ડું ગ રી ની ગ્રેવી, આદુ મરચાની પેસ્ટ, ૪ બટેટાની ચિપ્સ, વઘાર માટે, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ , મચી જીરૂ, ૧ તજ, ૨ લવિંગ, ૨ બાદીયા, ૨ તમાલપત્ર, ૪ લીમડાના પાન, ૨ મોટા ચમચા તેલ ૨, ૨ ચમચી લાલ મરચું, ૧ ચમચી હળદર, ૨ ચમચી ધાણાજીરૂ, ૧ ચમચી મીઠું, ૧ ચમચી ખાંડ, ૧ લીંબુનો રસ, ૧ ચમચી ગરમ મસાલો

સૌપ્રથમ 10 લસણના ગાંઠીયા લેવા તેના ઉપરના ફોતરા કાઢી નાખો ફક્ત એક પડ રહેવા દો. હવે પેન મા તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું નાખો, પછી તેમા તજ લવિંગ બાદીયા તમાલપત્ર નો વઘાર કરો તેમાં લીમડા ના પાન નાખો હિંગ નાખો. હવે તેમાં ડુંગળી ની ગ્રેવી નાખો તે સંતળાઈ જાય પછી ટામેટાં ની ગ્રેવી નાખો તે સંતળાઈ જાય પછી આદુ મરચાં ની પેસ્ટ નાખો પછી તેમાં બટેટા ની ચિપ્સ નાખો. હવે તેમાં મરચું પાઉડર હળદર ધાણા જીરું પાઉડર મીઠું નાખો પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો હવે તેને ચડવા દો. હવે તેમાં મરચું પાઉડર હળદર ધાણા જીરું પાઉડર મીઠું નાખો પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરો હવે તેને ચડવા દો. હવે તેમાં લસણ નાખો હવે તેને ઢાંકી ને ચડવા દો. એક કલાક જેવું ચડવા દો લસણ ચડી જાય પછી તેમાં લીંબુ ખાંડ ગરમ મસાલો ઉમેરો પછી લીલા ધાણા નાખી પીરસો. આ શાક ને તમે બાજરી ના રોટલા સાથે ખાઈ શકો છો તો તયાર છે કાઠીયાવાડી આખા લસણનું શાક આ શાક ખાવાનું ખુબ ટેસ્ટી લાગે છે અને શક આપણા શરીર માટે ખુબ હેલ્થી છે

Leave a Comment